<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

બગસરાના ડેરી પીપરીયામાં ધર્મોત્‍સવનો ત્રિવેણી સંગમ

શ્રી સ્‍વામિનારાયણ મંદિર નૂતન મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્‍સવઃ રાજકોટના શ્રી બાલાજી હનુમાનજી મંદિરના કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્‍વામીના વ્‍યાસાસને પંચદિનાત્‍મક શ્રીમદ્‌ ભાગવત દશમ સ્‍કંધ કથા : વડતાલ પીઠાધિપતિ ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્‍તે થશે મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા વિધિઃ કીર્તિદાન ગઢવી સહિતના નામી કલાકારોનો લોકડાયરો, ભવ્‍ય રાસોત્‍સવ અને યજ્ઞ સહિતના ત્રિદિવસીય-પંચદિવસીય સાંસ્‍કળતિક અનુષ્ઠાનઃ તા.૧૨ નવેમ્‍બરને ગુરુવારથી તા.૧૬ નવેમ્‍બર સોમવાર દરમિયાન ભવ્‍ય ધર્મોત્‍સવ યોજાશે

રાજકોટ તા. ૧૩ :..  અમરેલી જિલ્લાના બગસરા તાલુકા સ્‍થિત ડેરી પીપરીયા ગામે નવનિર્મિત શ્રી સ્‍વામિનારાયણ મંદિરનો દિવ્‍ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્‍સવ તેમજ પંચદિનાત્‍મક શ્રીમદ્‌ ભાગવત દશમ સ્‍કંધ કથાનું ભવ્‍ય આયોજન તા. ૧૨ નવેમ્‍બર ૨૦૨૬ ગુરુવારથી તા. ૧૬ નવેમ્‍બર ૨૦૨૬ સોમવાર (વિક્રમ સંવત ૨૦૮૩ કારતક સુદ-૩ થી કારતક સુદ-૭) દરમિયાન કરવામાં આવ્‍યું છે.

વડતાલ દક્ષિણદેશ પીઠાધિપતિ સનાતન ધર્મધુરંધર પ.પૂ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ અને સાનિધ્‍યમાં તા. ૧૬ નવેમ્‍બરના સોમવારે મંગલ પ્રભાતે શ્રી ઘનશ્‍યામ મહારાજ, શ્રી હનુમાનજી તથા શ્રી ગણપતિજીની મૂર્તિઓની વૈદિક મંત્રોચ્‍ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે. આ મહોત્‍સવ અંતર્ગત મંદિરના નિર્માતા તેમજ શ્રી બાલાજી મંદિર રાજકોટના કોઠારી પ.પૂ. વિવેકસાગરદાસજી સ્‍વામીના વ્‍યાસાસને શ્રીમદ્‌ ભાગવત દશમ સ્‍કંધ કથાનું રસપાન ભક્‍તજનોને કરાવાશે.

 કથા દરમિયાન તા. ૧૩ નવેમ્‍બરે શ્રીકળષ્‍ણ જન્‍મોત્‍સવ, તા. ૧૫ નવેમ્‍બરે આચાર્ય મહારાજશ્રીનું આગમન, મહારુદ્ર/પ્રતિષ્ઠા યજ્ઞ પ્રારંભ તેમજ રાત્રે ભવ્‍ય રાસોત્‍સવ યોજાશે. તા. ૧૬ નવેમ્‍બરે સવારે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને બપોરે ૧૧:૦૦ કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ (બીડાહોમ) બાદ મહાપ્રસાદ યોજાશે. આ ધર્મોત્‍સવમાં ગુજરાતના કેબિનેટ મંત્રીઓ, સાંસદ-ધારાસભ્‍યો તેમજ વડતાલ, જુનાગઢ, ગઢપુર સહિતના તીર્થધામોમાંથી સંતો-મહંતો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે. હાઇલાઇટ ૧ કીર્તિદાન ગઢવી સહિતના લોકગાયકોનો ભવ્‍ય લોકડાયરો અને રાસોત્‍સવ

મહોત્‍સવ નિમિત્તે ભક્‍તિસંગીતની રમઝટ બોલાવવા સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવી, જયદીપ સોની, મયુર દવે, જીતુભાઈ દ્વારકાવાળા અને ધીરજ બારોટ સહિતના નામી કલાકારોના કંઠે ભવ્‍ય લોકડાયરાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત દીપ ચુડાસમા અને અશ્વિન મેવાડાની ટીમ દ્વારા મંત્રમુગ્‍ધ કરતો રાસોત્‍સવ યોજાશે.

હાઇલાઇટ ર પોથીયાત્રા, વિષ્‍ણુયાગ યજ્ઞ અને પ્રતિષ્ઠા મહોત્‍સવની ધર્મસભા

 તા. ૧૫ નવેમ્‍બરે સવારે ૮ કલાકે યજ્ઞનો પ્રારંભ થશે અને તા. ૧૬ નવેમ્‍બરે સવારે ૯ કલાકે આચાર્ય મહારાજશ્રીના હસ્‍તે મૂર્તિ પ્રતિષ્ઠા થશે. ત્‍યારબાદ બપોરે ૧૧ વાગ્‍યે બીડાહોમ સાથે મહોત્‍સવ સંપન્ન થશે. હાઇલાઇટ ૩ સામાજિક એકતા અને વિરાટ ધાર્મિક આયોજન સમગ્ર મહોત્‍સવના મુખ્‍ય દાતા તરીકે રાજકોટના અશ્વિનભાઈ કળભાઈ વઘાસીયા પરિવાર તેમજ યજમાન તરીકે જેન્‍તીભાઈ કડવાભાઈ ભાખર પરિવારે સેવાનો લાભ લીધો છે. સૌરાષ્‍ટ્રભરના હરિભક્‍તો માટે કથા શ્રવણ, દર્શન તેમજ સમૂહ ભોજન પ્રસાદની ઉત્‍કળષ્ટ વ્‍યવસ્‍થા મંદિર સમિતિ દ્વારા ગોઠવવામાં આવી છે.

(11:26 AM IST)