તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Sunday, 16th August 2026
જાળિયાના શ્રી શિવકુંજ આશ્રમમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યજ્ઞ આરાધનાનો મંગળ પ્રારંભ
શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં શિવવંદના, ધર્મ-સંસ્કૃતિના કાર્યો અને વૃક્ષારોપણ સાથે પ્રથમ ગણેશ યજ્ઞનો પ્રારંભ કરાયો

જાળિયા: ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આવેલા પવિત્ર યાત્રાધામ જાળિયા ગામે શ્રી શિવકુંજ આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ યજ્ઞ આરાધનાનો અત્યંત ઉત્સાહભેર મંગળ પ્રારંભ થયો છે. શ્રી વિશ્વાનંદ માતાજીના દિવ્ય સાનિધ્યમાં યોજાઈ રહેલા આ ધાર્મિક મહોત્સવમાં શિવ પૂજા અને વંદના સાથે ધર્મ તેમજ સંસ્કૃતિના પ્રેરક કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.
શ્રાવણ માસના પ્રથમ દિવસે યોજાયેલા યજ્ઞ પ્રારંભ પ્રસંગે અગિયાળીના શ્રી રામભારતી બાપુ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ પવિત્ર પ્રસંગે શ્રી ગુરુ આશ્રમ બગદાણાના અગ્રણીઓએ પણ હાજરી આપીને આશીર્વચન પાઠવ્યા હતા.
યજ્ઞના પ્રારંભની સાથે જ પર્યાવરણ જતનના સંકલ્પ સાથે વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રથમ રોપો શ્રી દેવશીભાઈ ચાવડાને અર્પણ કરવામાં આવ્યો હતો.
શ્રાવણ માસની આરાધના અંતર્ગત પ્રથમ તબક્કે શ્રી ગણેશ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સમગ્ર માસ દરમિયાન ક્રમશઃ શ્રી વિષ્ણુ યજ્ઞ, શ્રી નવચંડી યજ્ઞ, શ્રી ભૈરવ યજ્ઞ અને મહારુદ્ર યજ્ઞનું વિશેષ આયોજન હાથ ધરાયું છે. આ તમામ ધાર્મિક અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન શ્રી અનંતભાઈ ઠાકર તથા વિદ્વાન ભૂદેવો દ્વારા કરાવવામાં આવી રહ્યા છે, જેમાં સમગ્ર આશ્રમ પરિવાર અને ભાવિક ભક્તો શ્રદ્ધાપૂર્વક જોડાઈ રહ્યા છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(5:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
