તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
હળવદના કેદારીયા ગામે ચૂંટણી સમયે ૧.૫૧ લાખના વિદેશી દારૂ સાથે બે આરોપીઓ ઝડપાયા

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૧૭: હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, હળવદ તાલુકાના કેદારીયા ગામની સામે આવેલ બુસલીના માર્ગે વોંકળાના કાંઠે વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી કુલ ૩૨૪ બોટલ મળી આવી હતી. પોલીસે ૧,૫૧,૨૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી રણજીતગઢ ગામના બે શખ્સોની ધરપકડ કરી છે. આ મામલે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ એ ધરવામાં આવી છે.
આરોપીઓ નારાયણ નાનજીભાઈ સોનગ્રા (રહે. રણજીતગઢ, તા. હળવદ, કાંતીલાલ મનસુખભાઈ કણઝરીયા રહે. રણજીતગઢ તા. હળવદ વાળાને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
