<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

વઢવાણમાં ૪ાા લાખના દારૂ સાથે બે ઝડપાયા

 વઢવાણ, તા., ૧૭: સુરેન્‍દ્રનગર LCBએ વઢવાણ-કોઠારીયા રોડ પરથી બે આરોપીઆ  પાસેથી ૧૦.૧૩ લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને અન્‍ય મુદ્દામાલ જપ્ત કરાયો છે.

પોલીસે ૨૦૮૯ વિદેશી દારૂની બોટલ અને ૩૬૨ બિયર ટીન સહિત કુલ ૨૪૫૧ નંગ દારૂ પકડ્‍યો છે. જેની કિંમત ૪.૫૩ લાખ રૂપિયા થાય છે. આ ઉપરાંત, ૫ લાખની કાર અને ૬૦ હજારના બે મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા છે.

પકડાયેલા આરોપીઓમાં જાહીદ ઉર્ફે લાલો અબ્‍બાસભાઈ લાખવા અને હસનભાઈ ખલીલભાઈ શેખનો સમાવેશ થાય છે. રીયાઝ ઉર્ફે રોકી ઉર્ફે ફુલ મેહબુબભાઈ અને રાજુ મારવાડી નામના બે આરોપીઓ હજુ ફરાર છે.

આ કાર્યવાહી સુરેન્‍દ્રનગર LCB PI બી.એચ.શીંગરખીયા, PSI આર.જે.ગોહિલ અને તેમની ટીમે બાતમીના આધારે કરી હતી. વઢવાણ પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંધવામાં આવ્‍યો છે.

(1:41 PM IST)