તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
સરધારના ઇરફાન જુણેજાને બે સાળાએ ફોન કરી ગાળો દઇ ખૂનની ધમકી દીધી
બે ભાઇઓ દાનીશ અને રાહીલ વિરૂધ્ધ બહેન શાકીરાબેન ઇરફાન જુણેજાની આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૩: સરધારમાં રહેતાં યુવાનને તેના બે સાળાએ કોન્ફરન્સ કોલ કરી તું કેમ મારી બેનને સરખી રીતે સાચવતો નથી, તેને અમારા ઘરે મોકલી દેજે તેમ કહી ગાળો દઇ મારી નાંખવાની ધમકી દેતાં ખુદ આ યુવાનની પત્નિએ જ બંને ભાઇઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં આજીડેમ પોલીસે સરધાર ગામમાં હવેલી ચોક દોશી શેરીમાં રહેતાં શાકીરાબેન ઇરફાનભાઇ જુણેજા (ઉ.વ.૨૭)ની ફરિયાદ પરથી દાનીશ શરીફભાઇ સાંઘ અને રાહીલ શરીફભાઇ સાંઘ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
શાકીરાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા પતિ અને બે દિકરી સાથે રહુ છું. તા. ૧૨ના સાંજે સાડા સાતેક વાગ્યે અમે ઘરે હતાં ત્યારે મારા પતિના ફોનમાં મારા મોટા ભાઇ દાનીશનો કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે-તું મારી બેનને સરખી રીતે સાવચતો નથી અને તેને હેરાન કર્યા કરે છે, મારી બેનને હવે તારા ભેગી રહેવા દેવી નથી. મારી બેનને લેવા નાના ભાઇ રાહીલને મોકલુ છું.
આથી મારા પતિએ મારા ભાઇને કહેલું કે-હું તારી બેનને સરખી રીતે જ સાચવું છું. આ સાંભળી મારો ભાઇ દાનીશ ઉશ્કેરાઇ ગયો હતો અને મારા પતિને ગાળો દેવા માંડયો હતો અને કહેવા માંડયો હતો કે-એ મારી બેન છે, એને મોકલવી જ પડશે, નહિ મોકલો તો હું તેને જાનથી મારી નાંખીશ. આ ફોન વખતે મારો ભાઇ રાહીલ પણ કોન્ફરન્સ કોલમાં હોઇ તેણે પણ મારા પતિને જેમ ફાવે તેમ ગાળો દીધી હતી. જેથી મારા પતિએ ફોન કાપી નાંખ્યો હતો. અગાઉ પણ આ રીતે મારા પતિને ફોન કરી બંને ભાઇઓએ ગાળો દીધી હતી. વારંવાર મારી નાખવાની ધમકી આપતાં હોઇ ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં શાકીરાબેને કહેતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્સ. ટી. જે. સરવૈયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
