તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Wednesday, 4th November 2026
જામકંડોરણામાં મકાન વેચાણના નામે બે ભાઇઓના ખાતામાંથી રપ લાખ ઉપાડી છેતરપીંડી
પ.પ૦ લાખનું લોનવાળુ મકાન ખેતમજુર આઘેડને પધરાવી દિધુઃ દંપતિ સામે જામકંડોરણા પોીલસ મથકમાં ફરીયાદ

રાજકોટ, તા. ૪: જામકંડોરણાના તરકાસર ગામે રહેતા પ્રવિણભાઇ બચુભાઇ ધાનાણી (ઉ.વ. પપ) અને તેના ભાઇ સાથે રૂા. ૯.પ૦ લાખમાં મકાન વેચાણના વિજય યશવંતરાય ચંડવાણીયા અને તેની પત્ની જાગૃતીબેન (રહે. બન્ને જામકંડોરણા) એ રૂા. રપ.ર૬ લાખ તેના બેંક ખાતામાંથી ઉપાડી લઇ રૂા. પ.પ૦ લાખની બાકી લોનવાળુ મકાન વેચી ધમકી આપી ઠગાઇ કર્યાની જામકંડોરણા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
ખેતમજુરી કરતા પ્રવિણભાઇએ પોલીસ ફરીયાદમાં જણાવ્યુ કે તેના પાંચેય ભાઇ-બહેનના નામે ગામની સીમમાં બાર વિઘા જમીન છે. જે ર૦રર માં રાજકોટના મનીષભાઇ ગજેરાને ૩૩ લાખમાં વેચાણ કરી હતી. જે જમીન વેચાણના રૂા. ૭ લાખ પોતાના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. તેમજ તેના ભાઇ દિનેશભાઇએ તેના ખાતામાં ૮ લાખ જમા કરાવ્યા હતા. આમ બન્ને ભાઇઓના ખાતામાં રૂા. ર૬.૪૦ લાખ હતા. જયારે બીજા ૬.૬૦ લાખ હતા તે બીજા ર્ખા માટે રાખેલા હતા.
ત્યાર બાદ જામકંડોરણામાં મકાન લેવાની વાત તેના જ ગામના કાળુભાને કરતા બન્ને આરોપી વિજય ચંદવાણીયા કે જેનું મકાન વેચાણે હતુ તેનું મકાન જોઇ વાતચીત કરતા આરોપીએ સાડા નવ લાખ જણાવ્યા હતા. જેથી મકાન લેવાનૂં નકિક કરી આરોપીને રૂા. ર લાખ સુથી પેટે આપેલ હતા. બાદમાં આરોપી તેને ફોન કરી જામકંડોરણા બોલાવી ‘તમારા બેંક ખાતાના ચેકોની જરૂર પડશે તો જ દસ્તાવેજ મકાનનો થશે તેમ કહી તેના પાસેથી સહિવાળા ચેક લઇ રૂા. ૭.પ૦ લાખ ઉપાડી લીધા હતા. આવીજ રીતે તેના ભાઇ દિનેશભાઇના ખાતાના ચેકો મારફતે રૂા. ૭.ર૩ લાખ મળી ચેક અને એટીએમ કાર્ડ કઢાવી કુલ રૂા. રપ.ર૬ લાખ છેતરપીંડીથી ઉપાડી લીધા હતા. આરોપી વિજયનું મકાન ન તેના પત્નિી જાગૃતીબેનના નામે હોવાથી તેના વેચાણ દસ્તાવેજ ગઇ તા. ૧૦-૭-ર૩ ના ૬.પ૦ લાખની જંત્રી પ્રમાણે કરી આપ્યો હતો.
આ દસ્તાવેજ વેરીફાઇ કરતા તેમાં એક લોનનાં પ.પ૦ લાખ ભરવાના બાકી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી છેતરપીંડી અંગે તેણે આરોપીને ફરીયાદ કરવાનું કહેતા આરોપી દંપતીએ ગઇ તા. ર-૧ર-ર૪ ના લોન ભરપાઇ કરવા નાણા મળ્યાના કરાર કરી લોન ભરી દેવાનું જણાવ્યું હતું. તેમજ બન્નેના સંયુકત એકાઉન્ટમાંથી રૂા. ૧૦.પ૦ લાખનો ચેક આપ્યો હતો. પરંતુ લોન ભરપાઇ ન કરતા આરોપીએ આપેલા ચેક નાખતા તે એકાઉન્ટ બંધ થયાનું જાણવા મળતા વકિલ મારફતે નોટીસ મોકલી હતી જેથી બન્ને આરોપીએ તેના ઘરે જઇ ‘ચેક બાઉન્સની ફરીયાદ કોર્ટમાં કરતો નહી, નહિ તો તને ખોટા ગુનામાં ફીટ કરી દેવો પડશે' કહી ધમકી આપી હતી. જેથી ગઇ તા. ૧પ-૧૧-રપ ના કોર્ટમાં ચેક રીટર્ન અંગે ફરીયાદ કરી હતી. બીજી તરફ આરોપીઓએ પૈસા આપી દેવાનું કહેવા છતા નહી આપતા કે લોન ભરપાઇ નહી કરતા અંતે ફરીયાદ નોંધાવી હતી
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
