તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
લાઠીથી અમરેલી જતી બે કાર ઝડપાઇઃ છ લાખનો દારૂ ઝડપાયોઃ ત્રણ પરપ્રાતિયો ઝબ્બે

અમરેલી તા. ૧૮ :.. એક સફેદ કલરની ક્રેટા કારમાં વિદેશી દારૂની બોટલો ભરી લાઠી તરફથી અમરેલી તરફ આવે છે, અને એક ગ્રે કલરની સ્વીફટ કાર આ વિદેશી દારૂ ભરેલ કાર આગળ પાઇલોટીંગ તરીકે છે, જે હકિકત આધારે વોચમાં રહી ત્રણ ઇસમોને દારૂની બોટલો, મોબાઇલ ફોન તથા બન્ને ફોર વ્હીલ કાર સાથે ઝડપી લઈ, પકડાયેલ આરોપીઓ તથા સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઓ - (૧) મનોજ વિરેન્દ્રકુમાર મહેતા, ઉ.વ.૨૮, રહે.ગુજરાની, મકાન નં.૨૩૧, બ્રાહ્મ ણ ધર્મશાળા પાસે, તા.જિ.ભીવાની (હરીયાણા).
(૨) રામસિંહ શંભુસિંહ સીસોદીયા, ઉ.વ.૩૨, રહે.અમદાવાદ, બી.૪૦૫, સ્વસ્તિક પ્લેટિનિયમ, નક્ષત હાઇટસ સામે, નારોલ કર્ણાવતી વિભાગ ૧ ની બાજુમાં, અમદાવાદ શહેર મુળ રહે.અદવાસ, વીણાવત ફળીયુ, તા.સરાડા, જિ.સલુમ્બર (રાજસ્થાન).
(૩) શંભુસિંહ કેસરસિંહ સીસોદીયા, ઉ.વ.૩૨, રહે.અદવાસ, વીણાવત ફળીયુ, તા.સરાડા, જિ.સલુમ્બર (રાજસ્થાન) જયારે
પકડવાના બાકી આરોપીઓઃ- (૧) વિરેન્દ્ર ઉર્ફે વિજયપાલ જોગી રહે.ખાડા, તા.ખરકોદા, જિ.સોનીપત (હરીયાણા) (૨) યુવરાજભાઈ (૩) કાના (રેઇડ દરમિયાન નાસી જનાર) (૪) લાલાભાઇ પ્રજાપતિ રહે.ઉદેપુર સવીના (રાજસ્થાન) ફરાર ગયા છે.
(૧) રોયલ સ્ટેગ, પ્રીમિયમ વ્હિસ્કીની બોટલો નંગ-૧૯૨ કિ.રૂા. પ૭,૬૦૦, (૨) રોયલ સ્ટેગ, પ્રીમિયમ વ્હિસ્કીની બોટલો નંગ-૧૫૦ કિ. રૂા. ૧,૮૦,૦૦૦ (૩) રોયલ ચેલેન્જ, કલાસિક પ્રીમિયમની બોટલો નંગ - ૧૪૪, કિ. રૂા. ૧,૮૭,ર૦૦ (૪) મેજિક મોમેન્ટ્સ, ગ્રેઇન વોડકાની બોટલો નંગ - ૧૫૦, કિ.રૂ.૧,૮૦,૦૦૦/- મળી કુલ બોટલ નંગ- ૬૩૬ જેની કિ.રૂ.૬,૦૪,૮૦૦/- તથા. (૫) મોબાઇલ ફોન નંગ - ૬ કિ.રૂ.૧,૦૫,૦૦૦/- (૬) હુન્ડાઇ ક્રેટા કાર ડી.એલ. ૭ સી.ટી. ૯૩૪૬ કિ.રૂ.૭,૦૦,૦૦૦/- (૭) સ્વીફટ કાર રજી.નંબર જી.જે. ૦૩ કે.પી. ૩૩૧૨ કિ.રૂ.૩,૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૧૭,૦૯,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. સી.પી.વાઘેલા, પો.સ.ઈ. એમ.ડી.ગોહિલ, પો.સ.ઈ. જે.ડી.વાઘેલા , એ.એસ.આઈ. રાહુલભાઈ ચાવડા, કનાભાઇ સાંખટ તથા હેડ કોન્સ. ગીરીરાજસિંહ જાડેજા, મહેશભાઇ મુંધવા, રાહુલભાઈ ઢાપા તથા પો.કોન્સ. રમેશભાઈ સીસારા દ્વારા કરવામાં આવેલ છે.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
