<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

જૂનાગઢના અજાબ ગામમાં બે મગર ઘૂસી આવતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો

વાડી વિસ્તારમાંથી ઘરે પરત ફરી રહેલા એક ખેડૂત પર મગરે હુમલો કરી પગે બચકું ભર્યું:ખેડૂતને ઈજા પહોંચતાં સારવાર માટે કેશોદની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા

જૂનાગઢના અજાબ ગામમાં બે મગર ઘૂસી આવતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. આ દરમિયાન વાડી વિસ્તારમાંથી ઘરે પરત ફરી રહેલા એક ખેડૂત પર મગરે હુમલો કરી તેના પગે બચકું ભર્યું હતું. ઘટનામાં ખેડૂતને ઈજા પહોંચતાં સારવાર માટે કેશોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે ખેડૂતનો આબાદ બચાવ થયો હતો. ગામમાં બે મગર આવી ચડતાં લોકોમાં દોડધામ મચી હતી. 

  ઘટનાની જાણ થતાં વન વિભાગ અને નેચર ક્લબની ટીમે સ્થળ પર પહોંચી બંને મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. ત્યારબાદ બંને મગરને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ખોરાક અને પાણીની શોધમાં મગર વાડી વિસ્તારમાં ઘૂસી આવતા હોવાની સમસ્યા સર્જાઈ રહી છે.

(6:54 PM IST)