તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 10th October 2026
બે દિ' બાદ, બંગાળની ખાડીમાં નવી સીસ્ટમ!
સ્કાયમેટ અનુસાર આગામી તેરમી તારીખે આ સીસ્ટમ લો પ્રેશરનું સ્વરૂપ લઇ લેશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૧૦: દર વર્ષે ઓકટોબર-નવેમ્બર અને ડીસેમ્બરમાં બંગાળની ખાડી અને કયારેક અરબ સાગરમાં વાવાઝોડા વધુ ઉદભવતા હોય છે.
બંગાળની ખાડીમાં એક નવી સીસ્ટમ ઉદભવે તે પૂર્વેની હલચલ જોવા મળી રહી છે. આઇએમડીના ફોરકાસ્ટ મોડેલ મેપ્સમાં પણ તે દર્શાવાઇ રહયુ છે. બે દિ' બાદ આ સીસ્ટમ વધુ સક્રીય બનશે.
ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના વી.પી. મહેશ પલાવત આ વિષયે જણાવે છે કે બે દિ'' બાદ એટલે કે ૧૩ ઓકટોબરે આ નવી સીસ્ટમ લો પ્રેશરની પ્રાથમિક કેટેગરીએ સક્રીય થઇ જશે. આ સીસ્ટમ વાવાઝોડુ બનશે કે કેમ? એ અંગે મહેશ પલાવત જણાવે છે કે, ‘આ સીસ્ટમ પર અમે સતત નજર રાખી રહયા છીએ. તે સાયકલોન બનશે જ, એવુ હાલ કહી શકાય નહી''
તેરમી તારીખે આ સીસ્ટમ લો પ્રેસર બનશે. પછી વેલમાર્ક લો પ્રેસર બનીને વધુ મજબૂત બન્યે ડીપ્રેસન બનશે. પછી આ સીસ્ટમ ડીપ ડીપ્રેસન બની વધુ મજબૂત થઇ જમીન પર લેન્ડફોલ કરશે ? કે વાવાઝોડું (સાયકલોન) બનીને લેન્ડફોલ થાય છે ? એ અંગે હજુ અનિヘતિતા પ્રવર્તી રહી છે. જેમ જેમ સમય નજીક આવશે તેમ તેમ આ સીસ્ટમની કેટેગરી તથા તેનો ટ્રેક (દિશા) સ્પષ્ટ થતી જશે.
‘વિન્ડી' સહિત અન્ય વેધર સંસ્થાઓ આ સિસ્ટમને ગંભીરતાથી લે છે જો કે આઇએમડીના લોંગ ફોર કાસ્ટ મોડલ મેપ્સમાં આ સીસ્ટમ ખાસ મજબુત બને તેવી સંભાવનાને નકારી રહેલ છે. જો કે આ લાંબા ગાળાની ફોર કાસ્ટ હોઇ, તેમાં આગામી દિવસોમાં પરીવર્તનો જોવા મળી શકે છે.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
