તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Tuesday, 23rd June 2026
જગદગુરૂ શંકરાચાર્યજી મહારાજના હસ્તે રતનપરના શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરને બે ગીર ગૌમાતા અર્પણ
ગૌમાતાનું ‘ગાયત્રી' અને ‘લક્ષ્મી' નામકરણ કરાયું: વિજયભાઈ વાંક પરિવારની ગૌભક્તિને શંકરાચાર્યજીએ હૃદયપૂર્વક બિરદાવી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૨૩: દ્વારકા શારદાપીઠના પરમ પૂજ્ય જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા રાજકોટના રતનપરમાં સંચાલિત શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તિભાવપૂર્વક ૨ ગીર ગૌમાતા અર્પણ કરવાનો સેવા કાર્યક્રમ યોજાયો હતો.
આ પવિત્ર કાર્ય અખંડ ગૌસેવાને વરેલા સેવાભાવી ભામાશા અને સનાતન ધર્મરક્ષક સમિતિના પ્રદેશ અધ્યક્ષ વિજયભાઈ વાંક તેમજ સ્વ. બાબબાપુ રામસૂરબાપુ વાંક પરિવાર તથા શ્રી કળષ્ણા ગીર ગૌધામ દ્વારા કરવામાં આવ્યું હતું. પૂજ્ય શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં શાષાોક્ત વિધિથી ગૌમાતાનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. ગૌમાતાને લાડુ તેમજ કેળાનો ભોગ ધરાવી આ સેવા ભાવપૂર્વક સ્વીકારવામાં આવી હતી. આ મંગલ અવસરે પૂજ્ય શંકરાચાર્યજીએ પ્રસન્નતાપૂર્વક ગૌમાતાના ‘ગાયત્રી' અને ‘લક્ષ્મી' તરીકે પવિત્ર નામકરણ પણ કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે, ગૌસેવા એ સનાતન ધર્મનો મૂળ આધાર છે. સનાતન ધર્મ રક્ષક સમિતિના પ્રદેશ અધ્યક્ષ વિજયભાઈ વાંક અને સમગ્ર પરિવાર દ્વારા પોતાના પિતળઓના સ્મરણાર્થે તેમજ ગૌવંશના સંવર્ધન માટે કરવામાં આવેલી આ સેવા અત્યંત પ્રશંસનીય અને પ્રેરણાદાયી છે. જગદગુરુ શંકરાચાર્યજીએ પણ વિજયભાઈ વાંક અને વાંક પરિવારની આ અનન્ય ધર્મનિષ્ઠા, રાષ્ટ્રભક્તિ અને ગૌભક્તિને હૃદયપૂર્વક બિરદાવી આશીર્વચન પાઠવ્યા હતા અને આ ભગીરથ કાર્ય સૌના જીવનમાં સુખ, શાંતિ તેમજ કલ્યાણ લાવે તેવી મંગલ પ્રાર્થના કરી હતી
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
