<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

મોરબીના સુરજબાગમાં બે જિમના સાધનો મુકાશે : મ્યુનિ. કમિશનરે બાગની મુલાકાત લીધી.

મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર સુરક્ષા ૩ લાખના ખર્ચે લોખંડની જાળી લગાવવાની કામગીરી શરૂ : બન્ને સ્થળોની મ્યુનિ. કમિશનરે લીધી મુલાકાત

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના સાવરની પાળ વિસ્તાર અને મહેન્દ્રડ્રાઇવ વિસ્તારની મ્યુનિસિપલ કમિશનર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. સાવરની પાળમાં ફેન્સિંગ માટે સર્વે શરૂ ક૨વાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે મહેન્દ્રડ્રાઇવ રોડ ઉપર બન્ને બાજુ લોખંડની જાળી નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
     શહેરમાં રેલવે સ્ટેશન રોડ પર રૂ. 1.75 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો ‘સુરજબાગ’ ગત 2 ઓક્ટોબરના રોજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સુરજબાગ કાર્યરત થયાને થોડા જ દિવસોમાં હાલ દરરોજ અંદાજે 400 જેટલા લોકો આ બાગની મુલાકાત લઈ રહ્યા છે. ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણી દ્વારા સુરજબાગની મુલાકાત લેવામાં આવી હતી અને બાગ અંગે લોકોના પ્રતિભાવો જાણવામાં આવ્યા હતા. લોકોની સુખાકારી માટે સુરજબાગમાં જ્યાં યોગા સેન્ટર બનાવવામાં આવ્યું છે તેની આસપાસ જ જિમ માટેના નવા બે સાધનો મુકવાનો નિર્ણય લેવાયો છે. જેમાં એક સાઇકલ સહિત બે સાધનો આગામી એકાદ અઠવાડિયામાં જ મૂકી દેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
  સુરજબાગની સાથે સાથે મોરબીના શંકરબાગનું પણ અત્યારે ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. અંદાજિત રૂ. 2 કરોડના ખર્ચે શંક૨બાગ બની રહ્યો છે અને તેની કામગીરી હાલ પ્રગતિમાં છે. મ્યુનિસિપલ કમિશનરે વ્યક્ત કરેલી શક્યતા મુજબ આગામી ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં આ શંકરબાગનું કામ પૂર્ણ થઈ જશે. જેથી ડિસેમ્બર માસમાં વધુ એક બાગ શહેરીજનો માટે ખુલ્લો મુકવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે, જેનાથી મોરબીવાસીઓને હરવાફરવા માટે વધુ એક સુંદર સ્થળ મળી રહેશે

(12:51 AM IST)