તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
ભાવનગરમાં ર ઇંચ વરસાદઃ વિજળી પડતા ર પશુના મોતઃ અનેક વૃક્ષો પડયા
રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાના પ્રારંભે વરસતો હળવો-ભારે વરસાદઃ ઉકળાટ યથાવત

રાજકોટ તા.૨૩: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાના પ્રારંભે હળવો-ભારે વરસાદ શરૂ થયો છે. જો કે ઉકળાટ યથાવત છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર શહેરમાં ગઈકાલે આજે બપોર બાદ શહેરમાં બે ઇંચથી વધુ (૫૫ મી.મી.) વરસાદ ખાબકી જતાં અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ચોમાસાના આ પ્રથમ ધમાકેદાર વરસાદને પગલે લાંબા સમયથી અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠેલા શહેરજનોને મોટી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જો કે, પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી.
ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે ભરતનગર, કાળીયાબીડ, ગાયત્રી નગર અને કુંભારવાડામાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને ભરતનગરના વાળંદવાડી વિસ્તારમાં એક ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદની સાથે ફૂંકાયેલા જોરદાર પવનના કારણે શહેરમાં અનેક જગ્યાએ વળક્ષો ધરાશાયી થવાના બનાવો બન્યા હતા, જેમાં ભરતનગર વિસ્તારમાં ૩ અને કાળીયાબીડમાં ૨ વળક્ષો જમીનદોસ્ત થયા હતા. ભરતનગરની અભિષેક સોસાયટીમાં લીમડાના બે વિશાળ વળક્ષો તૂટી પડતાં તેની નીચે પાર્ક કરેલા ચાર વાહનો અને એક લારી દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સામાજિક કાર્યકર ભરતભાઈ મોણપરા સહિતના લોકો દોડી ગયા હતા. આ ઉપરાંત, ચિત્રા વિસ્તારમાં આકાશી વીજળી ત્રાટકતાં બે ભેંસના કમકમાટીભર્યા મોત નીપજ્યા હોવાના અહેવાલ સાંપડ્યા છે.
ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ઘોઘા, જેસર, ગારીયાધાર, તળાજા, મહુવા, ઉમરાળા અને શિહોરમાં છૂટોછવાયો અડધાથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આજે સોમવારે સવારે ૬ વાગે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગર શહેરમાં ૫૫ મી.મી., ઘોઘામાં ૨૧ મી.મી., જેસરમાં ૧૭ મી.મી., તળાજામાં ૧૩ મી.મી., સિહોરમાં ૭ મી.મી., મહુવામાં ૫ મી.મી. તેમજ ઉમરાળા અને ગારીયાધારમાં ૧ મી.મી. વરસાદ નોંધાયો છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ આગોતરા વાવેતરને લઈ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આજે વરસાદના પગલે ભાવનગરનું મહત્તમ તાપમાન ગગડીને ૩૫.૭ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૨ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ મહતમ તાપમાન ૩૭, લઘુતમ તાપમાન ૨૭.૪ ડિગ્રી, ભેજ ૭૬ ટકા અને પવનની ઝડપ ૧૨.૮ કિ.મી. રહી છે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
