<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

બાબરાના કોટડાપીઠામાં ર ઇંચ વરસાદ વરસ્‍યોઃ અમુક સીમમાં વાવણી : અમુક જગ્‍યા વંચીત

સર્વાત્રિકના બદલે વિસ્‍તારવાઇઝ હળવો-ભારે વરસાદ વરસ્‍યો

(ભરત મહેતા દ્વારા) કોટડાપીઠા, તા. ૩ : બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે આજે બપોરના ત્રણથી ચાર વાગ્‍યા સુધી ફકત એક કલાકમાં બે ઇંચ વરસાદ પડેલ છે.

આ વરસાદથી ગામની મેઇન બજારમાં નદી-નાળામાં પુર આવેલ, આ વરસાદ ખાનપર-સીમ, વાવડા સીમ, તેમજ રાયપર સીમમાં વાવણી લાયક વરસાદ પડેલ છે.

તેમજ ચેક ડેમ છલકાઇ ગયા છે તેમજ ખેતી લાયક જમીન પાણીથી તરબોળ થઇ ગયેલ.

જયારે કોટડાપીઠની જ ભાલવી સીમ તેમજ હડીયા સીમ તરીકે ઓળખાતી જ સીમમાં હજુ સુધી વાવણી લાયક વરસાદ પડેલ નથી, તેમજ કરણકા, ગરણી, ઉંટવડ વગેરે ગામોમાં હજુ સુધી વાવણી લાયક વરસાદ પડેલ નથી.

(1:22 PM IST)