News of Friday, 1st May 2026
ખંભાળિયા પાસે બે કાર વચ્ચે અકસ્માતમાં બ્રાહ્મણ પરિવારના બેના મોત
હાબરડી ગામના પાટિયા પાસે સિંધવી માતાજીના મંદિરે હવન માટે જતા ખતુંબા ગામના પરિવારની કાર ડિવાઈડર સાથે અથડાતા ખીમજીભાઈ જોશી અને મંજુબેન ઠાકરનું મોતઃ ત્રણ ઈજાગ્રસ્તઃ બ્રહ્મસમાજમાં શોકની લાગણી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા.૧: ખંભાળિયા-દ્વારકા હાઈવે પર હાબરડી ગામના પાટિયા પાસે ગુરુવારે રાત્રે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બ્રાહ્મણ પરિવારના બે વ્યક્તિના મોત નિપજ્યા હતા, જ્યારે ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત વિગત મુજબ દ્વારકાના ખતુંબા ગામે રહેતા ખીમજી વાલજી જોશી, ઉંમર વર્ષ ૬૫, બીમાર હોય સારવાર માટે જામનગર ગયા હતા. ત્યાંથી તેઓ તેમના સાળા મનસુખ માવજી ઠાકર સાથે આજે સિંધવી માતાજીના મંદિરે હાબરડી ખાતે હવનમાં જવા માટે રાત્રે કારમાં નીકળ્યા હતા. દરમિયાન હાબરડી ગામના પાટિયા પાસે એક અન્ય કારની ઠોકર લાગતા તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.
આ અકસ્માતમાં ખીમજીભાઈ વાલજીભાઈ જોશી, ઉંમર ૬૫ તથા મંજુબેન મનસુખ ઠાકર, ઉંમર ૪૮નું ઘટનાસ્થળે જ મળત્યુ થયું હતું. જ્યારે કારમાં સવાર અક્ષય મનસુખ ઠાકર, ઉંમર વર્ષ ૩૦, દ્રષ્ટિ મનસુખ ઠાકર, ઉંમર ૨૦ તથા મનસુખ માવજી ઠાકર, ઉંમર ૫૦ને ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દ્વારકા રોડ પરથી થોડા આગળ જતા આ કારને મણીપુર વળવાનું હતું, તે પહેલા જ અકસ્માત સર્જાયો હતો. હવન જેવા પવિત્ર કાર્યમાં જતા પરિવારના બે સભ્યોના અકાળે મળત્યુ થવાથી બ્રહ્મ સમાજમાં ભારે દુઃખની લાગણી ફેલાઈ છે. મળતક અબોટી બ્રાહ્મણ પરિવારના સદસ્યો હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
દ્વારકા તાલુકાના ખતુંબા ગામે રહેતા ખીમજી વાલજી જોશી ઉ.૬૫ વાળા બીમાર હોય સારવાર માટે જામનગર ગયેલા જયાં તેમની તબીયત સારી થતા, તા.૧/૫ના રોજ મણીપુર તેમના સાળા જામનગરના રહેવાસી મનસુખમાવજી ઠાકરના કુળદેવી સીંધવી માતાજીના મંદિરો હવન હોય, હવનમાં ભાગ લેવા ખીમજીભાઇ જોશી તથા તેમના સાળા મનસુખ માવજી ઠાકર તેમના પત્નિ મંજુબેન મનસુખ ઠાકર ઉ.૪૮ તથા મનસુખભાઇ પુત્ર અક્ષય ઉ.૩૦ તથા તેમની પુત્રી દ્રષ્ટિ ઉ.૨૦ વળતા પાંચ વ્યકિતઓ અલ્ટો કાર લઇને જામનગરથી મણીપુર હાળટડી જતા હતા.
મૃતક ખીમજીભાઇ હોસ્પિટલમાંથી સાજા થઇ ઘરે જતા'તા ત્યાં રસ્તામાં તેમનો ભોગ લેવાયોઃ
સાથે તેમના સાળાના પત્નિ પણ મૃત્યુ પામ્યા
ખંભાળીયા :.. બે બ્રાહ્મણ પરિવારના વ્યકિતઓના મૃત્યુના બનાવમાં કરૂણતા છે કે મૃતક ખીમજીભાઇ હોસ્પિટલમાંથી સાજા થઇ ને માતાજીના હવનમાં ભાગ લેવા તેમના સાળા સાથે જતા હતા અને તેમના સાળાના પત્ની મંજુબેન હવનમાં ભાગ લેવા જતાં હતા. બન્નેના મૃત્યુ થયા. ઘટના સ્થળથી થોડે જ આગળ મણીપુર હાબરડીનો રસ્તો પાટીયું હતું. જયાંથી તેઓને દ્વારકા હાઇવે છોડી વળવાનું હતું તે પહેલા આ અકસ્માત થયો...!! ૧૦૮ ના મુખ્ય અધિકારીશ્રી દીપકભાઇ ધાતાણા દ્વારા તુરત જ ૧૦૮ ની ટીમ મોકલી ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા હતાં. સામેની કારમાં પણ પાંચેક વ્યકિત ઇજાગ્રસ્ત થયા છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
