તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
જામનગરમાં ફાઇનાન્સ કંપની સાથે છેતરપિંડી આચારવાના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા
ગુન્હામાં સંડોવાયેલા બે શખ્સ ને લાલપુર બાયપાસ પાસેથી પોલીસ ની પેરોલ ફર્લો ટીમે ઝડપી લીધા

જામનગર:જામનગરમાં ફાયનાન્સ કંપની પાસેથી ટ્રક ખરીદવા માટે લોન લીધા પછી તેના હપ્તા ભરપાઈ નહીં કરી ફાયનાન્સ કંપની સાથે છેતરપિંડી-વિશ્વાસઘાત આચરવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ગુન્હામાં સંડોવાયેલા બે શખ્સ ને લાલપુર બાયપાસ પાસેથી પોલીસ ની પેરોલ ફર્લો ટીમે ઝડપી લીધા છે.
જામનગરમાં ફાયનાન્સ કંપની પાસેથી લોન મારફત ટ્રક ખરીદ્યા પછી તેના હપ્તા નહીં ભરી છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરવા અંગે કેટલાક શખ્સો સામે વર્ષ ૨૦૨૧ માં સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આ.અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.
આ ગુન્હામાં કેટલાક આરોપીઓની આગાવ ધરપકડ કરવામાં આવ્યા પછી સુભાષ પાર્ક પાછળ વૃંદાવન પાર્ક-ર માં રહેતા નીકુંજ અનિલભાઈ ચોવટીયા તથા હીરેન અનિલભાઈ ચોવટીયા ના પણ નામ ખૂલ્યા હતા. આ બંને આરોપી પકડવાના ઝડપાયા ન હતા. દરમિયાન આ શખ્સો લાલપુર બાયપાસ પાસે આવ્યા હોવાની બાતમી ના આધારે પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા આ બંને શખ્સની અટકાયત કરવામા આવી છે. અને આરોપીનો કબજો સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવ્યો છે.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
