તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
જામનગર જિલ્લામાં ચાંદીપુરાથી વધુ ર ના મોત : મૃત્યઆંક ૩
હજુ પણ જામનગર જિલ્લાના બે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧ બાળક સહિત ૩ બાળ દર્દીઓ સારવારમાં

(મકુંદ બદિયાણી દ્વારા) જામનગર : હાલારમાં વધુ બે ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીઓના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.
અત્યાર સુધીમાં જીજી હોસ્પિટલમાં ચાંદીપુરાના સારવાર અર્થે ખસેડાયેલા શંકાસ્પદ ત્રણ દર્દીઓના મોત નીપજ્યા છે.
જામનગરની જી.જી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બે બાળ દર્દીઓના મોત થયા છે.
બંને ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના હોવાનું સામે આવ્યું છે.
હાલ પણ જી.જી હોસ્પિટલમાં જામનગર જિલ્લાના બે અને દ્વારકા જિલ્લાના એક મળી ત્રણ ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીઓ સારવાર હેઠળ છે.
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
