<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

પોરબંદરમાંથી વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે બે શખ્સો ઝડપાયા

ભાવસિહજી હોસ્પિટલ રોડ પર બે સખ્સો ગાડીમાં ( એમ્બરગ્રીસ ) વહેલ માછલી ની ઉલટી વહેચતા આવતા જ પોલીસે દબોચી લીધા

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર :પોરબંદર ક્રાઈમ બ્રાંચે ઝડપી વહેલ માછલી ની ઉલટી ( એમ્બરગ્રીશ ) વેચવા આવેલા બે શખ્શોને ઝડપી લીધા છે 
બહાર ગામ થી પોરબંદર માં વહેલ માછલીની ઉલટી અંદાજે ૩ કિલો થી વધુ વહેચવા આવેલ બે શખ્સો ને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા છે 
ભાવસિહજી હોસ્પિટલ રોડ પર બે સખ્સો ગાડી માં ( એમ્બરગ્રીસ ) વહેલ માછલી ની ઉલટી વહેચતા આવતા જ પોલીસે દબોચી લીધા છે 
હાલ બંને સખ્સો ની આગવી ઢબે પૂછપરછ ચાલી રહી છે 
એમ્બરગ્રીશ ( વહેલ માછલી ) ની ઉલટી ની બજાર કિંમત કરોડો રૂપિયા માં થાય છે
હાલ પોલીસે સેફ એસ એલ ની મદદ લીધી છે વહેલ માછલી ની ઉલટી છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે 
સમગ્ર મામલો વન વિભાગ માં સોંપવામાં આવશે વધુ કાર્યવાહી વન વિભાગ કરી શકે છે

(10:30 PM IST)