તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
અમરેલીમાં ૧૧ હજારનો દારૂ લઇને નીકળતા બે શખ્સો ઝડપાયાઃ બે ફરાર

અમરેલીઃ સરદાર ચોકમાંથી મોટર સાયકલમાં વિદેશી દારૂની બોટલોની હેરફેર કરતા (૧) ઇન્દ્ર ઉર્ફે રામકુ ભનુભાઈ ઉર્ફે વલકુભાઈ વાળા, ઉ.વ.૨સ્પ, રહે. અમરેલી, સરદારનગર, શેરી નં.૨, રેલ્વે ફાટક પાસે, ત્થા (૨) સુરજ દિનેશભાઈ ઉર્ફે દીલુભાઈ વાળા, ઉ.વ.૩૬, રહે. ચક્કરગઢ રોડ, અમળતનગર, શેરી નં.૨ને પકડી પાડેલ છે અને (૧) વિશાલ નરેશભાઈ ગંગાજળીયા, ચક્કરગઢ રોડ (૨) ભનુભાઈ ઉર્ફે વલકુભાઈ વાળા, સરદારનગર, શેરી નં.૨ (૩) વિરકુભાઈ દિનેશભાઈ વાળા રહે. અમરેલી. ફરાર થઇ ગયા છે. પકડાયેલ મુદ્દામાલઃ-કુલ બોટલ નંગ -૧૦૭ કુલ કિ.રૂ.૧૧,૬૮૮/- (૨) રોકડા રૂ.૨૪,૮૦૦/- (૩) મોબાઈલ ફોન નંગ - ૨ કિ.રૂ.૫૫,૦૦૦/- (૪) જયુપીટર મોટર સાયકલ નંબર પ્લેટ વગરનું કિ.રૂ.૫૦,૦૦૦/- તથા એક ગ્રે કલરનું ટીવીએસ જયુપીટર મોટર સાયકલ નંબર પ્લેટ વગરનું કિ.રૂ.૫૦,૦૦૦/- તથા એક કાળા કલરનું હોન્ડા સુઝુકી બર્ગમેન મોટર સાયકલ GJ27 DR 9119 કિ.રૂ.૫૦,૦૦૦/- તથા એક સફેદ ગ્રે કલરનું હોન્ડા એકટીવા 5G મોટર સાયકલ GJ14 AR 4416 કિ.રૂ.૫૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૨,૯૧,૪૮૮/- નો મુદ્દામાલ ઝડપી લેવાયો છે. આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. સી.પી.વાઘેલા તથા પો.સ.ઈ. એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઈ. જે.ડી.વાઘેલા તથા એસ.આઈ. કનાભાઈ સાંખટ, રાહુલભાઈ ચાવડા તથા હેડ. કોન્સ. ગીરીરાજસિંહ જાડેજા, કિશનભાઈ આસોદરીયા, રાહુલભાઈ ઢાપા, મહેશભાઈ મુંધવા, સલીમભાઈ ભટ્ટી દ્વારા કરવામાં આવેલ છે.
(12:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
