News of Tuesday, 3rd November 2026
૯ ડમી બેન્ક એકાઉટ ખોલાવીને ૩૬ લાખના નાણાકીય વ્યવહારો કરનાર બે ને ઝડપી લેતી દેવભુમી દ્વારકા પોલીસ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયાઃ તા.૩, નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય રાજકોટ વિભાગ, રાજકોટ તથા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, જીલ્લો દેવભુમિ દ્વારકા નાઓએ જીલ્લામાં બનતા સાયબર ફ્રોડ અંગેના ગુન્હાઓ અટકાવવા તેમજ ગુન્હા સાથે સંકળાયેલ આરોપીઓ શોધી કાઢવા સારૂ સુચના કરેલ. જે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી પ્રખર કુમાર, ખંભાળીયા વિભાગ, ખંભાળીયા નાઓના માર્ગદર્શન આધારે આપ્યુ હતું.
અત્રેના જિલ્લાના ખંભાળીયા તાલુકાના ભરાણા ગામના અરજદાર તથા અન્ય ૮ વ્યક્તિઓએ ઇન્કમટેક્ષ રીટર્ન ભરવા માટે ફાઇલ તૈયાર કરાવતા કરૂર વૈશ્ય બેન્ક રાજકોટ શાખામા પોતાના નામે બેન્ક એકાઉન્ટ હોવાની માહિતી મળતા સદર બેન્ક એકાઉન્ટ અન્ય કોઇ વ્યક્તિએ ગેરકાયદેસર વ્યવહારો કરવા માટે ખોટા દસ્તાવેજી પુરાવાનો અને ખોટી સહીઓ કરી ખોલાવેલ પોલીસ ઇન્સપેક્ટર ઋષિતસિંહ રાઠોડ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનએ પોતાની ટીમને જરૂરી સુચનો કરી અને સાયબર ફ્રોડના ગુન્હાઓના આરોપીઓની ટેકનીકલ સોર્સ અને હુમન સોર્સ આધારે શોધી કાઢવા -યત્નો હાથ ધરવામાં આવેલ જેના આધારે ગુન્હામાં ફરીયાદી તથા સાહેદોના આધાર-પુરાવા એકત્રીત કરી, ખોટા બેન્ક એકાઉન્ટ બનાવી તેમા રૂ. ૩૬,૦૦,૦૦૦/- ના નાણાકીય વ્યવહારો કરી ગુનો આચરેલ હોય જેમાં આધાર-પુરાવા એકત્રીત કરનાર અને ખોટા બેન્ક એકાઉન્ટ ખોલાવનાર (મુખ્ય સુત્રધાર) બે આરોપીઓને અટક કરી દિન-૦૫ ની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ બેન્કના ખાતાઓમા થયેલા નાણાકીય વ્યવહારોની આગળની તપાસ હાથ ધરેલ છે અને અન્ય સાહેદોના પણ આ પ્રકારના ડમી ખાતાઓ મળવાની પુરી શકયતા જણાતી હોય તે દિશામા વધુ તપાસ કરવામાં આવેલ છે.
પોલીસે(૧) અશોકપરી દયાલપરી ગોસ્વામી રહે,ભરાણા ગામ, તા, ખંભાળીયા જી.દેવભુમિ દ્વારકા.,(૨) ચેતનભારથી કેશુરભારથી ગોસાઇ રહે. કેશોદ, જી. જુનાગઢની ધરપકડ કરી છે.
આ કામગીરી PI ઋષિતસિંહ રાઠોડ, HCહેભાભાઇ ચાવડા, HC ભરતભાઇ ચાવડા,HC સાજણભાઇ સુવા,HC ધરણાંતભાઇ બંધિયા તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, ટીમ દ્વારા કરવામાં આવેલ છે
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
