<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચૂટણી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી બે મતદાન મથકો બદલાવાયા

મતદાન મથકના સ્થળના બે ટ્રસ્ટીઓએ આ વખતની ચૂંટણીમાં ઉમેદવારી કરી હોવાથી ઇલેક્શન બ્રાન્ચ દ્વારા તાત્કાલિક અસરથી આ પગલું લેવાયું

   જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પારદર્શકતા જળવાઈ રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વોર્ડ નંબર ૧૦ અને ૧૪ના બે મતદાન મથકો તાત્કાલિક અસરથી બદલવામાં આવ્યા છે.
વિગતો મુજબ, વોર્ડ નંબર ૨૦માં આવેલ બુથ નંબર ૨૪ અને ૨૬ના મતદાન મથકોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભોય સમાજ ખાતે રાખવામાં આવેલા મતદાન મથકોને બદલે હવે ખેતા ભગત પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે તેમજ ત્યાં વધુ બે નવા બુથ ઉમેરવામાં આવ્યા છે.
તે જ રીતે, વોર્ડ નંબર ૧૪માં આવેલ બુથ નંબર ૪નું મતદાન મથક પણ બદલવામાં આવ્યું છે. અગાઉ કચ્છી ભાનુશાળી વાડી ખાતે રાખવામાં આવેલ મતદાન મથકને હવે ઓધવદીપ સ્કૂલ ખાતે ખસેડવામાં આવ્યું છે.
ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સંબંધિત સ્થળોના ટ્રસ્ટીઓ પોતે જ સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મેદાનમાં હોવાથી પારદર્શકતા અને નિષ્પક્ષતા જાળવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જિલ્લા ચૂંટણી તંત્રએ મતદારોને અપીલ કરી છે કે તેઓ નવા નિર્ધારિત મતદાન મથકોની માહિતી મેળવી મતદાન પ્રક્રિયામાં સક્રિય ભાગ લે

(7:38 PM IST)