તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
મોરબી બે સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં બે અલગ અલગ યુવાનોએ ગળાફાંશો ખાઈ આપઘાત કર્યો.
પ્રથમ બનાવમાં મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ યુપીના રહેવાસી યુવાને ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસે કલેરોક સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ યુપીના રહેવાસી બબલૂસિંગ કાર્તિકસીંગ (30) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી.
બીજા બનાવમાં મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
મોરબીના જુના ઘંટુ રોડે આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કોઈ કારણસર લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી
મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ જીલટોપ સિરામિક કારખાનામાં રહેતા વિજેન્દ્રસિંહ નારાયણસિંહ (23) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર લેબર કવાર્ટરની અંદર હતો ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના વિજયભાઈ મિયાત્રા ચલાવી રહ્યા છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં આગળની તપાસ કરવામાં આવી રહી છે.
(11:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
