<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

જામનગરના શેઠવડાળામાં થયેલ બે ચોરીનો ભેદ ઉકેલાયો :કોપર વાયર, મોબાઈલ સહીત 2,55 લાખના મુદામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપ્યા

આરોપીઓ પાસેથી કોપર વાયર, મો.સા., મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂ. ૨,૫૫,૦૬૦/- ના મુદામાલ જપ્ત કરતી જામનગર- એલ.સી.બી.

જામનગર :પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નિર્લિપ્ત રાય (IPS) નાઓએ જામનગર જીલ્લામા બનેલ અન ડીટેકટ ગુન્હા શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS)નાઓએ જામનગર જીલ્લામા દાખલ થયેલ ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અંગે એલ.સી.બી.ના પો.ઈન્સ,ને  સુચના કરેલ હોય, જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.બી.ચૌધરીનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ચોરીઓ ડીટેકટ કરવા સીસીટીવી ફુટેજ ચેક કરી, ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરી જરૂરી વર્ક આઉટ કરવામા આવેલ હતુ.

દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ભયપાલસિંહ જાડેજા, સુમિતભાઈ શીયાર, અજયભાઈ વીરડા તથા ક્રિપાલસિંહ જાડેજાને મળેલ ખાનગી હકિકત આધારે દરેડમા મસીતીયા રોડ ઉપર આરોપી ઉમરભાઇ ઉર્ફે અબાડો દેથાના કબ્જાના મકાન માંથી નીચે લખ્યા નામ વાળા આરોપીઓને શેઠવડાળા પો.સ્ટે. વિસ્તારમાં આવેલ પવનચકકીના ટાવરમા ફીટ કરેલ ટીસી ના અર્નીંગ વાયરની ચોરી કરી મેળવેલ કોપર વાયર ૨૬૬ કિલો ૧,૯૯,૫૦૦/-તથા ગુનો કરવામા ઉપયોગ કરેલ બે મો.સા. કિ.રૂ. ૫૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ. ૫૫૦૦/- તથા તણી, ડીસમીસ મળી કુલ રૂ. ૨,૫૫,૦૬૦/- ના મુદામાલ સાથે પો. સબ ઇન્સ. એમ.વી.ભાટીયાએ આરોપીના રહેણાંક મકાને તથા મસીતીયા રોડ ઉપર થી પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓ:-
૧) ઉમરભાઈ ઉર્ફે અબાડો આલીભાઈ દેથા રહે. પીરલાખાસરગામ તા.ખંભાળીયા જી.દેવભુમિ દ્રારકા હાલ- દરેડ, મસીતીયા રોડ, આલ્ફા સ્કુલ પાસે, તા.જી.જામનગર
૨) અલ્તાફભાઈ ઉર્ફે કારો વલીમામદ બુઢાણી રહે. મસીતીયાગામ, દરગાહના ગેઇટની સામે, તા.જી.જામનગર

3) ઇલસાદભાઈ ઇસ્માઇલભાઈ ખફી રહે. મસીતીયાગામ, દરગાહની બાજુમાં તા.જી. જામનગર મુળ- પીરલાખાસરગામ તા.ખંભાળીયા જી.દેવભુમિ દ્રારકા

પકડવાનો બાકી આરોપી:-
૧) ભરતભાઇ હરસુખભાઈ ચૌહાણ રહે. શંકરટેકરી, જામનગર
કબ્જે કરેલ મુદામાલ -
૧) કોપર વાયર તથા કોપર વાયર ઓગાળી બનાવેલ ઇંટો કુલ વજન ૨૬૬ કિલો કિ.રૂ. ૧,૯૯,૫૦૦/-
૨) મો.સા. -૨ કિ.રૂ. ૫૦,૦૦૦/-
૩) મોબાઇલ ફોન -૨ કિ.રૂ. ૫૫૦૦/-
૪)ડીસમીસ -૧કિ.રૂ. ૫૦/-
૫) કેબલ વાયર કાપવા માટેની તણી-૧ કિ.રૂ. ૧૦/-
કુલ મુદામાલ કિ.રૂ. ૨,૫૫,૦૬૦/-
શોધી કાઢેલ ગુનાઓ:-
૧) શેઠવડાળા પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૧૩૨૫૦૩૧૩/૨૦૨૫ બીએનએસ કલમ ૩૦૩
(૨) મુજબ
૨) શેઠવડાળા પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૧૩૨૬૦૦૯૩/૨૦૨૬ બીએનએસ કલમ ૩૦૩(૨) મુજબ
મજકુર આરોપી ઉમરભાઈ ઉર્ફે અબાડો આલીભાઈ દેથાનો ગુનાહિત ઇતિહાસઃ-
૧) શેઠવડાઇ પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૧૩૨૨૦૦૦૩/૨૦૨૨ ઈપીકો કલમ ૩૭૯
૨) જામજોધપુર પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૨૬૨૨૦૨૮૭/૨૦૨૨ ઇપીકો કલમ ૩૭૯,૪૫૭ વિગેરે
૩) લાલપુર પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૩૬૨૨૦૩૫૧/૨૦૨૨ ઈપીકો કલમ ૩૭૯
૪) લાલપુર પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૩૬૨૨૦૩૨૪/૨૦૨૨ ઇપીકો કલમ ૩૭૯
૫) લાલપુર પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૩૬૨૨૦૨૭૯/૨૦૨૨ ઇપીકો કલમ ૩૭૯
૬) લાલપુર પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૩૬૨૨૦૨૧૭/૨૦૨૨ ઇપીકો કલમ ૩૭૯

૭) ખંભાળીયા પો.સ્ટે. ગુરન ૧૧૧૮૫૦૦૪૨૪૦૬૨૫/૨૦૨૪ ઇપીકો કલમ ૪૫૭,૩૮૦
૮) કલ્યાણપુર પો.સ્ટે. ગુરન ૧૧૧૮૫૦૦૩૨૨૪૧૬/૨૦૨૨ ઇપીકો કલમ ૩૮૦,૪૫૭ વિગેરે
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઈ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર, સુમીતભાઈ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઈ વીરડા, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

(11:40 PM IST)