<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

લખતર નજીક ટ્રેક્‍ટર-લ્‍યુના વચ્‍ચે અકસ્‍માતઃ ભાથરીયાના બે યુવકોના મોત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૩: લખતર તાલુકાના તલસાણા ગામના પાટિયા નજીક ડોળી તલાવડી પાસે આજે સવારે ટ્રેક્‍ટર અને લ્‍યુના વચ્‍ચે ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં લ્‍યુના પર સવાર ભાથરીયા ગામના બે યુવકોના કરુણ મોત નીપજ્‍યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાથરીયા ગામના વિષ્‍ણુભાઈ ગટોરભાઈ મેણીયા અને રસિકભાઈ શંકરભાઈ ઘાટલીયા સવારે શાહપુરથી ભાથરીયા તરફ લ્‍યુના લઈને જઈ રહ્યા હતા. તલસાણા પાટિયા નજીક ડોળી તલાવડી પાસે પહોંચતા તેમની લ્‍યુના સામેથી આવતા ટ્રેક્‍ટર સાથે ધડાકાભેર અથડાઈ હતી.

અકસ્‍માતની જાણ થતાં રાહદારીઓએ તાત્‍કાલિક ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ ઘટનાસ્‍થળે પહોંચી અને લ્‍યુના પર સવાર બંને ઈજાગ્રસ્‍તોને લખતર સરકારી હોસ્‍પિટલ ખસેડ્‍યા હતા. ત્‍યાં ફરજ પરના તબીબે વિષ્‍ણુભાઈ ગટોરભાઈ મેણીયાને મળત જાહેર કર્યા હતા.

રસિકભાઈ ઘાટલીયાને પગ અને શરીરના અન્‍ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને વધુ સારવાર માટે સુરેન્‍દ્રનગર હોસ્‍પિટલ રિફર કરવામાં આવ્‍યા હતા. જોકે, સારવાર દરમિયાન રસિકભાઈ શંકરભાઈ ઘાટલીયાનું પણ અવસાન થયું હતું.

ઘટનાની જાણ થતાં લખતર પોલીસ તાત્‍કાલિક સરકારી હોસ્‍પિટલ પહોંચી હતી અને મળતકોના પોસ્‍ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એક જ અકસ્‍માતમાં ગામના બે યુવકોના મોત થતાં ભાથરીયા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

(11:19 AM IST)