તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૭, મંગળવાર
News of Friday, 17th July 2026
જામનગરના ચંદ્રાગા ગામે ત્રણ મંદિરોમાં ચોરી અંગે ગામના જ બે યુવાનોને પોલીસે ઝડપી લીધા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૭: પંચકોષી બી- ડીવીઝન પોલીસ સ્ટેશન ગુન્હામાં ચંદ્રાગા ગામે ચામુંડા માતાજીના મંદિરમાથી આશરે બે કીલો પંચ ધાતુના છત્તર જેની આશરે કી.રૂ.૮૦,૦૦૦/- તથા એક સોનાનુ છત્તર બે ગ્રામ જેની આશરે કી.રૂ.૨૦,૦૦૦/- તેમજ ચંદ્રાગા ગામમા આવેલ ખોડીયાર માતાજી મંદિર માથી પીતળની ધાતુનો આશરે ૧૪.૫ કી.ગ્રા. વજનનો ઘંટ જેની આશરે કી.રૂ.૧૦,૦૦૦/- નો તેમજ ચંદ્રાગા ગામમા આવેલ વાકોલ માતાજીનુ મઢમાથી વાકોલ માતાજીનુ સોનાની ધાતુનુ ફરૂ (થળો) આશરે ૦૨ તોલા વજનનું જેની આશરે કી.રૂ.૨,૦૦,૦૦૦/- ચોરી થયેલ હોય જે ગુનો વણશોધાયેલ હોય હકીકત મળેલ કે, સદર ગુન્હામાં મુદામાલ સાથે આ કામેનો આરોપી દરેડ ગામે સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ધૈર્યરાજ પાનની દુકાન પાસે ઉભેલ છે જે હકિકત આધારે તથા આરોપીએ અન્ય મુદામાલ બીજા આરોપીને સોંપેલ હોય મુદામાલ સાથે (૧) સિધ્ધરાજસિંહ ઉર્ફે સિધો સ/ઓ વનરાજસિંહ શીવુભા જાડેજા દરબાર ધંધો વેપાર રહે, ચંદ્રાગા ગામ દરબારનો ડેલો (૨) હાર્દીક સ/ઓ સુરેશભાઇ નથુભાઇ દુધાગરા પટેલ ધંધો વેપાર રહે, હાલ પટેલ પાક પાછળ રણજીતસાગર રોડ વળંદાવન ૦૧ સોસાયટી શેરી ન,૦૪ મકાન ન,૮૪-જે જામનગર મુળ રહે, વિજયપુર ગામ તા.જી.જામનગરને પકડી (૦૧) સોનાનુ છતર ૦૨ ગ્રામ ૧૬૦ મીલીગ્રામ તથા લંબચોરસ આકારનું સોનાની ધાતુનુ કરૂ (થળો) ૦૩ ગામ ૮૯૦ મીલીગ્રામ વજનનુ મળી કુલ વજન ૦૬ ગ્રામ ૫૦ મીલીગ્રામ કી.રૂ.૧,૧૫,૦૦૦/-(૨) અલગ અલગ ડીઝાઇન વાળા અને નાના-મોટા આકારના પંચધાતુના છતર ૦૧ કીલો ૦૧ ગ્રામ જેટલા વજનના જેની કીંમત રૂ.૪૦,૦૦૦/- કબ્જે કરેલ છે.
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.જે.રાઠોડ તથા એ.એસ.આઇ. શૈલેન્દ્રસિંહ એસ. જાડેજા તથા ડી.જી.ઝાલા તથા પો.હેડ.કોન્સ. પ્રદિપસિંહ એફ.જાડેજા તથા મેરૂભાઇ વી.ભુંડીયા તથા પો.કોન્સ. જયપાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તથા સંદીપસિંહ હસમુખભાઇ કટારીયા તથા રાજદિપસિંહ દશરથસિંહ જાડેજા તથા નીર્મળસિંહ દાજીરાજસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવેલ.(૨.૮)
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
