<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

ઉનાઃ કુવો ગાળતી વખતે દોરડું તુટતા ૨ શ્રમિકોના મોત

૭૦ ફુટ ઉંડા કુવામાં ખાબકતા બંને શ્રમિકોના જીવ નીકળી ગયાઃ કુલ પાંચ શ્રમિકો કામ કરતા હતા

(નવિન જોષી દ્વારા) ઉના, તા.૧૨: તાલુકાની ઉમેજ ગામની સીમમાં કૂવો ગાળતી વખતે દોરડું તુડતા ૨ શ્રમિકોના ૭૦ ફુટ ઉંડા કૂવામાં પડી જવાથી મૃત્‍યુ નીપજયા હતા.

ઉમેજ ગામની સીમમાં કરણસિંહ દોલુભા વાળાની વાડીમાં સીતેર ફૂટ ઊંડા કુવામાંથી ગાળ છેલ્લા ત્રણ દિવસથી તાલુકા નાદરખ ગામના પાંચ શ્રમિકો કામ કરતા હતા. સવારે કુવો ગાળવાનું કામ ચાલુ હતું ત્‍યારે કુવા ઉપર ભેલ શ્રમિક ક્‍લાભાઈ તેજાભાઇ સોલંકી રે. નાદરખ દોરડા વડે થાંભલો ખેંચી રહ્યા હતા. ત્‍યારે અકસ્‍માતે દોરડું તૂટતા દોરડા સાથે ક્‍લાભાઇ ૭૦ ફૂટ ઊડા કુવામાં પડેલ ત્‍યારે નીચે ચાર શ્રમિકો પ્રેમજીભાઈ ગોવિંદભાઈ બાંભણિયા, કાનજીભાઈ રાણાભાઇ ચૌહાણ, સકુરભાઈ માલાભાઈ બાંભણિયા, સિધ્‍ધરાજ બચુભાઈ ગોહિલ કામ કરતા હતા.

આ અકસ્‍માતમાં કલા ભાઈ સીધા શ્રમિક પ્રેમજીભાઈ ગોવિંદ ભાઈ બાંભણિયા ઉપર પડતા બન્નેને ગંભીર ઈજાઓ થતા બેભાન થઈ ગયા હતા. આ બનાવ બનતા કુવામાં કામ કરતા શ્રમિકો હેબતાઈ ગયા હતા. રાડા રાડિ અને બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. કુવામાંથી કલાભાઈ અને પ્રેમજીભાઈને બહાર કાઢી તુરંત નાની ખાનગી હોસ્‍પિટલ લઈ ગયા હતા. જ્‍યાં તબીબે બન્ને શ્રમિકોને મળત જાહેર કર્યા હતા. નાદરખ ગામેથી તેમના પરિવારના સભ્‍યો પણ આવી ગયા હતા અને કલ્‍પાંત કરતા હતા બન્નેને નાની સરકારી હોસ્‍પિટલ એ પોસ્‍ટ મોર્ટમ કરવા લઈજવાયા છે. પોલીસને જાણ થતાં તે પણ હોસ્‍પિટલે પહોંચી હતી

(1:23 PM IST)