તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
ઉનાઃધર્મશાળામાં ઓલ ઇન્ડિયા વાડો કાઈ કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાતનો ડંકોઃ ૧૬૨ ખેલાડીઓએ ૧૫૧ મેડલ જીતી રચ્યો ઇતિહાસ
વિજય કરાટે એકેડમી અમદાવાદના કોચ નીતિન ગોહિલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ૩૫ ગોલ્ડ, ૪૬ સિલ્વર, ૭૦ બ્રોન્ઝ મેળવ્યાઃમાહી રાઠોડ અને અન્નનીયા વર્માની થાઇલેન્ડની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે પસંદગી

(નવિન જોશી દ્વારા) ઊના,તા.૩૦: તાજેતરમાં હિમાચલ પ્રદેશના ધર્મશાળા સ્થિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ઓલ ઇન્ડિયા વાડો કાઈ કરાટે ચેમ્પિયનશિપ સ્પર્ધા યોજાઈ હતી. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી સમગ્ર દેશમાં રાજ્યનું નામ રોશન કર્યું છે.
વિજય કરાટે એકેડમી, અમદાવાદના સેન્સઈ નીતિન વી. ગોહિલના માર્ગદર્શન હેઠળ ગુજરાતભરમાંથી કુલ ૧૬૨ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સમગ્ર ભારતમાંથી પヘમિ બંગાળ, વિશાખાપટ્ટનમ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, કોલકાતા, આસામ, પંજાબ, ઓડિશા સહિતના રાજ્યોમાંથી કુલ ૬૦૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
આ કઠિન સ્પર્ધામાં ગુજરાતના ખેલાડીઓએ કુલ ૧૫૧ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. જેમાં ૩૫ સ્પર્ધકોએ ગોલ્ડ મેડલ, ૪૬ સ્પર્ધકોએ સિલ્વર મેડલ અને ૭૦ સ્પર્ધકોએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ગુજરાત રાજ્યને ગૌરવ અપાવ્યું છે.
કાતા રેન્કમાં રાઠોડ માહીએ સિલ્વર મેડલ અને ફાઇટ રેન્કમાં વર્મા અન્નનીયાએ બ્રોન્ઝ મેડલ મેળવી પોતાના પરિવાર, એકેડમી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું.
વિજેતા બનેલી આ બન્ને દીકરીઓની આગામી ઓગસ્ટ મહિનામાં થાઇલેન્ડ ખાતે રમાનારી આંતરરાષ્ટ્રીય કક્ષાની વાડો કાઈ કરાટે ચેમ્પિયનશિપ સ્પર્ધા માટે પસંદગી થઈ છે. બંને ખેલાડીઓની આ સિદ્ધિ બદલ પ્રિન્સિપાલ દૃષ્ટિ અને કોચ નીતિન વી. ગોહિલે અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
