તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 3rd November 2026
ઉનામા ‘સરદાર શોર્ય ગાથા' પુસ્તકનું વિમોચન

ઉનાઃ અખંડ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી આર્યુવેદચાર્યા અને યોગાચાર્ય વૈદ્ય પાંચા ભાઈ વી. દમણીયાના અધ્યક્ષ સ્થાને ઉજવવામાં આવી હતી. ડોક્ટર. નરેન્દ્રભાઈ ગૌસ્વામી, વાંચન વીર ઉકાભાઇ વઘાસીયા, માનસી બાંભણીયા, રામભાઈ વાળા, વિગેરે મહાનુભાવો હાજરી આપી હતી, પ્રથમ વલ્લભભાઈ પટેલ ના ફોટા પાસે દીપ પ્રાગટીય પુષ્પાંજલિ અર્પણ કરેલ હતું. લેખક અને કવિ ડી. કે. વાજા (દર્શાનિક ) એ સરદાર વલ્લભભાઈ પટેલ ની જીવનની મહત્વની ૧૫૦ ઘટનાઓ ના પ્રસંગો ૧૫૦ નવ્યાંક કાવ્યો, ૧૫૦ દુહાઓ ઉદેશી ને લખવામા આવેલ પુસ્તક સરદારની શોર્ય ગાથાનું વિમોચન આગેવાનો ના હસ્તે કરવામાં આવ્યુ હતું. તે તસ્વીર.(તસ્વીરઃ નવીન જોષીઃ ઉના)
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
