તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
કેશોદમાં સામાન્ય વરસાદ બાદ અસહ્ય બફારો : લોકો પરસેવાથી ન્હાય રહે છે !

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા. ૩: અત્રે પરમ દિવસે મોડીરાત્રીના પડેલ સામાન્ય વરસાદ બાદ ભારે બફારા સાથે ઉકળાટે જોર પકડતા વાતાવરણ અસામાન્ય બનેલ હોય આ સ્થિતિ ને હળવી કરવા લોકો વહેલામાં વહેલું મેઘાગમન ઈચ્છી રહ્યા છે.
છેલ્લા કેટલાક દિવસથી ભારે તાપ અને ગરમી વચ્ચે વધતા જતા બફારા ના કારણે લોકો આખો દિવસ પરસેવાથી ન્હાય રહે છે! ગત સોમવારના રાત્રીના એક વાગ્યા ના અરસામા લગભગ પંદરેક મિનિટ દરમિયાન ઝરમરીયો વરસાદ વરસ્યા બાદ બફારો અસહ્ય બનેલ છે.
આ સ્થિતિ વચ્ચે પવન એકાએક અદ્રશ્ય થઈ જવા પામેલ છે.
આકાશ મા ધેરાઈ રહેલા વાદળો સાથે વધી રહેલ ઉકળાટ અને બફારા નો પ્રભાવ જોતા ગમે ત્યારે ધોધમાર વરસાદ તૂટી પડે તેવું જણાઈ રહેલ છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
