<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

૩૦ વર્ષ બાદ પણ અતૂટ પશુપ્રેમઃ ખેડૂત ગોવિંદભાઈ વેકરીયા દર અષાઢી બીજે પોતાના બળદની તિથિ ઉજવે છે

૧૯૯૭માં હિંદુ શાષાોક્‍ત વિધિથી બળદને સમાધિ આપી હતીઃ આજે પણ જીવદયા દ્વારા અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે

તસવીરઃ કિશનસિંહ મોરબીયા-વીરપુર

વિરપુર, (જલારામ), તા. ૧૮: આધુનિક યુગમાં જ્‍યાં પશુઓ પ્રત્‍યેની સંવેદના ઘટતી જોવા મળે છે, ત્‍યાં યાત્રાધામ વીરપુરમાં રહેતા અને મૂળ ગોંડલ તાલુકાના મશીતાળા ગામના ખેડૂત ગોવિંદભાઈ વેકરીયાએ પશુપ્રેમ અને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્‍યું છે. આજે પણ તેઓ પોતાના વહાલસોયા બળદની સ્‍મળતિને જીવંત રાખીને દર વર્ષે અષાઢી બીજના દિવસે તેની તિથિ ઉજવે છે.

ગોવિંદભાઈ વેકરીયાનો આ બળદ લગભગ ૧૮ વર્ષ સુધી તેમના ખેતરમાં ખેતીકામનો વિશ્વાસુ સાથી રહ્યો હતો. વળદ્ધાવસ્‍થામાં તેનું શરીર જર્જરિત બનતાં તેની સારવાર પણ કરાવવામાં આવી હતી. પરંતુ તા. ૨૭ જુલાઈ, ૧૯૯૭ના રોજ અષાઢી બીજના પાવન દિવસે આ જાતવાન બળદનું અવસાન થયું હતું.

બળદના અવસાન બાદ ગોવિંદભાઈએ તેને સામાન્‍ય રીતે દફનાવવાને બદલે હિંદુ શાષાોક્‍ત વિધિ મુજબ સમાધિ આપવાનો નિર્ણય કર્યો હતો. ટ્રેક્‍ટરમાં બળદને લઈ પોતાના ખેતરમાં હજારો લોકોની ઉપસ્‍થિતિમાં હરિગુરૂઓ અને સાધુ-સંતોના સાનિધ્‍યમાં વૈદિક વિધિ સાથે સમાધિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ગોવિંદભાઈની આંખોમાં આંસુ હતા, કારણ કે તેઓ આ બળદને પોતાના દીકરા સમાન માનતા હતા.

સમાધિ બાદ તેમણે પોતાના ગુરુજીની આજ્ઞા અનુસાર બટુક ભોજન, સંતવાણી અને ભજન-કીર્તનનું આયોજન કર્યું હતું. સંતવાણી કાર્યક્રમ દરમિયાન મળેલી સમગ્ર રકમ પંખીઓને ચણ નાખવા જેવી જીવદયાની પ્રવળત્તિમાં વાપરવામાં આવી હતી.

સામાન્‍ય રીતે વળદ્ધ થતાં બળદોની અવગણના થતી હોય છે અથવા તેઓ કસાઈવાડે પહોંચતા હોય છે. પરંતુ ગોવિંદભાઈ વેકરીયાએ પોતાના વહાલસોયા બળદને માન-સન્‍માન સાથે વિદાય આપી પશુપ્રેમનું દુર્લભ ઉદાહરણ સમાજ સમક્ષ રજૂ કર્યું હતું.

આજે ૩૦ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં ખેડૂત ગોવિંદભાઈ અને તેમનો પરિવાર દર વર્ષે અષાઢી બીજના દિવસે તેઓ પોતાના વહાલસોયા બળદના ફોટાને ભગવાનની જેમ પૂજા કરીને બળદના આત્‍માને શાંતિ માટે બટુક ભોજન, સંતવાણી અને ભજન-કીર્તનનું આયોજન કરે છે,તેમની આ પરંપરા આજે પણ અવિરત ચાલુ છે.

આ પ્રસંગે ભાવુક બનેલા ગોવિંદભાઈ વેકરીયાએ જણાવ્‍યું હતું કે, ‘એક બળદ હંમેશા ખેડૂતનો કમાઉ દીકરો સમાન હોય છે. ખેતીમાં બળદનું સ્‍થાન અગ્રણી રહ્યું છે. જ્‍યારે એવો સાથી વિદાય લે છે ત્‍યારે ખેતરો પણ સૂના લાગે છે. ટેક્રોલોજીના આ યુગમાં ટેક્રોલોજી ભલે ગમે તેટલી આગળ વધે, પણ ટ્રેક્‍ટર કયારેય બળદ જેવો પ્રેમ અને જીવંત લાગણી ન આપી શકે.' આ ખેડૂત અને બળદ વચ્‍ચેનો સંબંધ માત્ર કામનો નહીં, પરંતુ લાગણી અને વિશ્વાસનો હોય છે'

(11:52 AM IST)