<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

સાયબર ક્રાઇમ અવેરનેશ અંતર્ગત સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ લાલપુર ખાતે સેમિનાર યોજાયો

વીશીંગ કોલ, ફીશીંગ કોલ, ફેક શોપીંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, મ્યુલ અકાઉન્ટ વિગેરે સાયબર ફ્રોડ વિશે બાબતે માહીતગાર કરાયા : પેમ્પલેટનું વિતરણ કરાયું

જામનગર :પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ,નિર્લિપ્ત રાય તથા જામનગર પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીનાઓએ ક્રાઇમ કોન્ફરન્સ દરમ્યાન આપેલ માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, જામનગર દ્વારા “સાયબર ક્રાઇમ અવેરનેશ" તથા "સ્પેશયલ ઓપરેશન ગ્રુપ" દ્રારા NDPS, નાર્કોટ્રીક્સ,ડ્રગ્સ અંગેના અવેરનેશ તથા 'ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકો તથા સામાન્ય નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે જાગૃતિ બાબતે તા.૦૬/૦૭/૨૦૨૬ ના “સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ લાલપુર ખાતે અવેરનેસ સેમિનાર અને અવેરનેસ અંગેના ૧૦૦ પેરપેલેટનું વિતરણ કરવામા આવેલ હતું. આ કાર્યક્રમનું સફળ આયોજન ઇ.પો.ઇન્સ. વી.બી.ચૌધરી,પો.ઇન્સ એસ.વી.ચૌધરી સાહેબ,પો.ઇન્સ.આઈ.એ.ઘાસુરાનાઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે.
આ સેમીનારમાં લાલપુરના 'સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૧૦૦ વિધ્યાર્થીઓને વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ જેવા કે, વીશીંગ કોલ, ફીશીંગ કોલ, ફેક શોપીંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, મ્યુલ અકાઉન્ટ વિગેરે સાયબર ફ્રોડ વિશે બાબતે માહીતગાર કરવા માટે સાયબર અવેરનેસ સેમિનાર અને સાયબર અવેરનેસ અંગેના ૧૦૦ પેમ્પલેટનું વિતરણ કરવામા આવેલ.
“સ્પેશયલ ઓપરેશન ગ્રુપ" દ્રારા ગાંજો, અફીણ, ચરસ વિગેરે નશાકારક કેફી દ્રવ્યનું સેવનથી થતા નુકશાન અને તેનાથી વ્યક્તિ તથા સમાજને થતા નુકશાન બાબતે તેમજ નશાકારક દ્રવ્યથી દુર રહેવા બાબતે તેમજ આજુબાજુ વિસ્તારમાં આવા એન.ડી.પી.એસ ડ્રગ્સનુ થતુ વેચાણ સંબંતે તુરત જ એસ.ઓ.જી. તેમજ એન.ડી.પી.એસ હેલ્પ લાઇન નંબર 1933 ઉપર માહીતી પ્રદાન કરવા અને આ ડ્રગ્સ દુષણ ને સંપુર્ણ નાબુદ કરવાની ગુજરાત સરકારની મોહીમમા જોડાવવા વિનંતી તથા જરૂરી માર્ગદર્શન સુચના આપવામા આવેલ.
“ટ્રાફિક પોલીસ” દ્વારા વાહનચાલકો તથા સામાન્ય નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે જાગૃતિ આપવામાં આવી હતી. વાહન ચલાવતી વખતે જરૂરી તકેદારી રાખવી, નિર્ધારિત ગતિમર્યાદાનું પાલન કરવું. સીટ બેલ્ટ અને હેલ્મેટનો ઉપયોગ કરવો તેમજ મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળવો આ ઉપરાંત માર્ગ અકસ્માતોને અટકાવવા માટે ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી. ટ્રાફિક વ્યવસ્થાને સુદૃઢ બનાવવા અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે દરેક નાગરિકે જવાબદાર વાહનચાલક તરીકે પોતાની ફરજ નિભાવવી જોઈએ તે અંગે અવેરનેસ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમનું પ્રેઝન્ટેશન 'સ્પેશયલ ગ્રુપ ઓફ ઓપરેશન” ના પો.કોન્સ. કુલદીપસિંહ સોઢા તથા “સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન" ના પો.હેડ.કોન્સ. કુલદીપસિંહ જાડેજા તથા તથા “ટ્રાફિક પોલીસ” ના પો.હેડ.કોન્સ. સત્યજિતસિંહ વાળા દ્વારા કરવામાં આવ્યું હતું

(9:27 PM IST)