તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
ધાર્મિક ઉત્સવોની ઉજવણીમાં શ્રદ્ધા સાથે સમજ પણ જરૂરીઃ પૂ.કૃષ્ણમણીજી મહારાજ
જામનગરમાં લાલ પરિવારના ટ્રસ્ટો દ્વારા ગણેશ પંડાલોના સંચાલકોનો સન્માન સમારોહ યોજાયો

શહેરમાં ૧૬ વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન કરતા કાર્યકરોના સન્માન માટે એચ.જે. લાલ ચેરિટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા સમારોહમાં સંતો-મહંતો સાથે શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓ સહિત વિશાળ સંખ્યામાં ગણેશભક્તોની ઉત્સાહ પ્રેરક ઉપસ્થિતી
લાલ પરિવાર ધાર્મિક ઉત્સવોને હંમેશા
પ્રોત્સાહિત કરવા સાથે શિક્ષણ-આરોગ્ય સહિત ક્ષેત્રમાં કરાતી સેવા બિરદાવવાને
પાત્ર છેઃ પૂ.ચર્તુભુજદાસજી સ્વામી
આયોજન થકી અમારા દ્વારા નક્કી ઉદ્દેશને ધારી સફળતા સાંપડી છે તે માટે ગણેશ પંડાલોના આયોજકો અભિનંદનને પાત્ર છેઃ જીતુભાઈ લાલ
જામનગર, તા.૭: શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરિટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા જામનગરમાં ગણેશોત્સવ પંડાલના આયોજકોનું સન્માન કરવાનો સમારોહ લેઉવા પટેલ સમાજના એ/સી. હોલમાં યોજાયો હતો. આ સમારોહમાં ૫ નવતનપુરી ધામના આચાર્ય પૂત્ર કળષ્ણમણીજી મહારાજશ્રી તથા સ્વામી નારાયણ મંદિરના કોઠારી સ્વામી પૂ. ચર્તુભુજદાસજી મહારાજશ્રી આર્શિવચન આપવા પધાર્યા હતાં. આ સમારોહમાં ઉપસ્થિત નહીં રહી શકેલા બી.એ.પી.એસ. મંદિરના પૂ. શ્રી ધર્મનિધિદાસજી સ્વામીએ શુભકામના સંદેશ પાઠવી હતી.
સંતો-મહંતો અને મહાનુભાવોના હસ્તે આ સમારોહનો શુભારંભ ગણપતિ બાપ્પાની આરતી સાથે કરવામાં આવ્યો હતો.
આયોજકશ્રી એચ. જે. લાલ ચેરી. ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશનના ટ્રસ્ટી જીતુભાઈ લાલે જણાવ્યું કે લાલ પરિવાર દ્વારા છેઠવા ૧૬ વર્ષથી ગણેશોત્સવ પંડાલોના આયોજકોનું સન્માન કરવાનું આયોજન કરવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે. તેમણે સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે સમયબદ્ધતા જળવાતી નથી તેવી લાગણી વ્યકત કરી આવતા વર્ષે જે ચોકકસપણે અને ચુસ્તણે સમયનું પાલન થાય તેવું વાતાવરણ હશે તો જ આગળના વર્ષોમાં આયોજન કરવાની વિચારણા કરવી પડશે.
૫-નવતનપૂરીધામના આચાર્ય પૂ. કળષ્ણમણીજી મહારાજે જણાવ્યું કે ઉત્સવોની ઉજવણીમાં શ્રદ્ધા તો છે જ, પણ સાથે સાથે સમજ પણ હોવી જરૂરી છે. મૂર્તિને ઓછા ખર્ચે અને સરળતાથી બનાવવાના કારણે પીઓપી સહિતની મૂર્તિઓ બનવા લાગી અને તેના કારણે પ્રદુષણ સહિતના પ્રશ્નો ઉભા થયા છે. આથી લાલ પરિવારે ઈકોફેન્ડલી મૂર્તિની પહેલ કરી અને તેમાં સફળતા મળે છે, જે ખરેખર ખૂબ જ અભિનંદનીય છે. આપણે સૌએ ઉત્સવોમાં પર્યાવરણનું સંતુલન પણ જળવાય રહે તેની સાવધાની રાખવાની જરૂર છે. લાલ પરિવાર ઉત્સવોની ઉજવણીમાં પ્રવળત્તિ અને સંસ્કળત્તિનું સંરક્ષણ કરવાનું અતિ મહત્વનું સેવાકાર્ય કરે છે, ત્યારે આપણા સૌની ફરજ અને જવાબદારી બની રહે છે કે તેમના કાર્યોમાં સહકાર આપીએ અને તે આપણી સેવા ગણારો. આ માટે સમયપાલનની જીતુભાઈ લાલની ચિંતાને તેમણે યોગ્ય ગણાવી સૌને સમયનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.
આ સમારોહમાં ઉપસ્થિત સ્વામીનારાયણ મંદિરનાકોઠારી સ્વામી ચર્તુભૂજદાસજી મહારાજે તેમના વક્તવ્યમાં સૌથી પહેલા લાલ પરિવારની ધર્મ, શિક્ષણ, આરોગ્ય સહિતની સામાજિક સેવાકિય પ્રવળતિઓને બિરદાવી અભિનંદન આપ્યા હતાં.
સ્વામીજીએ સમયબદ્ધતા અંગે જણાવ્યું હતુ કે આયોજક જીતુભાઈ લાલે સમય પાલન માટે ટકોર કરવી પડે તેવી સ્થિતિ માટે આપણે સૌ જવાબદાર છીએ. આપણે તેમની સદ્ભાવનાને સમજીને તેમના સત્કાર્યોનું સમય પાલન કરી સન્માન કરવું જોઈએ.
આ સમારોહમાં ઉપસ્થિત માય સમાચારના રવિભાઈ બુદ્ધદેવે તેમજ જીટીપીએલ ન્યુઝ ચેનલના જામનગરના બ્યુરો ચીફ જયેશભાઈ રૂપારેલીયાએ પ્રાસંગીક ઉદ્વોધન કરી લાલ પરિવારના ટ્રસ્ટો દ્વારા દરેક ક્ષેત્રમાં કરવામાં આવી રહેલા સેવાકાર્યોને બિરદાવી અભિનંદન આપ્યા હતાં.
આ સમારોહમાં જામનગર શહેરમાં યોજાયેલા ગણેશોત્સવના પંડાલોના આયોજકોનું સંતો-મહંતો તેમજ મહાનુભાવોના હસ્તે સ્મળતિભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ગણાત્રા તથા અલ્કા નથવાણીએ કર્યું હતું. મહા-પ્રસાદ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
