તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
ગોંડલમાં બે ગાય અને વાછરડાને કચડી અજાણ્યો વાહન ચાલક ફરાર
ગૌસેવક અરવિંદભાઇ રાઠોડ દ્વારા ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવાઇ

રાજકોટ તા. ર૯ :.. ગોંડલના મોવીયા રોડ પર અજાણ્યો વાહનના ચાલક રોડ પર બેસેલી ૩ ગાયને કચડી ભાગી જતાં ગોંડલ શહેર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે. આ અંગે ગોંડલના કિશોર યુવક ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા અને ગોંડલ તાલુકાના નાગડકા ગામે રહેતા અરવિંદભાઇ ભીખાભાઇ રાઠોડ (ઉ.૩૩) એ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ કે, ગોંડલના મોવીયા રોડ પર મેઘવાળ સમાજના સ્મશાન પાસે રોડ પર અજાણ્યો વાહનનો ચાલકે રસ્તા પર ગાયો સાથે અકસ્માત કર્યો હોવાની જાણ થતા તે ત્યાં પહોંચ્યા હતાં. જયાં એક ગાય અને એક વાછરડીના મોત નિપજયા હતાં. જયારે એક ગાય જીવીત હોવાથી તેને સારવાર માટે ગૌશાળાએ લઇ જતા હતા ત્યારે તેનું રસ્તામાં મોત નિપજયુ હતું. ગોંડલના હેડ કો. સી. આર. રોજાસરાએ આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
