<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું ભુજ એરપોર્ટ પર ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત

ભાજપના પદાધિકારીઓ, વરિષ્ઠ પ્રમુખો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો દ્વારા ઢોલ-નગારાના નાદ સાથે તેમનું ભવ્ય અને પરંપરાગત સ્વાગત કરાયું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ  શાહ કચ્છ જિલ્લાની મુલાકાતે ભુજ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે, જ્યાં ભાજપના પદાધિકારીઓ, વરિષ્ઠ પ્રમુખો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો દ્વારા ઢોલ-નગારાના નાદ સાથે તેમનું ભવ્ય અને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાના આ મહત્વપૂર્ણ પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ (બોર્ડર) ની મુલાકાત લેશે અને ત્યાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. આ સાથે જ તેઓ સરહદી વિસ્તારોના વિકાસ માટે કરોડો રૂપિયાના વિવિધ લોકઉપયોગી વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવાના છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

 

(12:51 AM IST)