<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

જામનગરમાં ભાજપના કોર્પોરેટરનું અનોખું એલાન :ગટર સમસ્યા ઉકેલનારને ₹૫,૫૫૫નું ઇનામ!

ગુલાબનગરની સિન્ડિકેટ સોસાયટી અને શ્યામ ટાઉનશીપમાં ગટર સમસ્યા:છેલ્લા ૬થી ૭ વર્ષથી ગટર બ્લોક રહેતી હોવાનો કોર્પોરેટરનો દાવો:વારંવાર નિરીક્ષણ છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવ્યાનો આક્ષેપ

( મુકુંદ બદીયાની દ્વારા) જામનગર: જામનગર :શહેરના  ગુલાબનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની વર્ષો જૂની સમસ્યાને લઈને ભાજપના કોર્પોરેટર પ્રકાશ રાઠોડે મનપા તંત્ર સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. સિન્ડિકેટ સોસાયટીની શેરી નંબર ૩ અને શ્યામ ટાઉનશીપમાં છેલ્લા ૬થી ૭ વર્ષથી ગટર બ્લોક રહેતી હોવાનો દાવો કરતાં કોર્પોરેટરે સમસ્યાનો ઉકેલ લાવનાર એન્જિનિયર કે કોન્ટ્રાક્ટરને પોતાના તરફથી ₹૫,૫૫૫નું ઇનામ આપવાની જાહેરાત કરી છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનરને તાકીદની રજૂઆત પણ કરવામાં આવી છે.

વોર્ડ નં. ૧૧ના કોર્પોરેટર પ્રકાશ રાઠોડ ₹૫,૫૫૫નું ઇનામ આપશે . ગુલાબનગરની સિન્ડિકેટ સોસાયટી અને શ્યામ ટાઉનશીપમાં ગટર સમસ્યાનો મામલો ઘણો જૂનો છે, છેલ્લા ૬થી ૭ વર્ષથી ગટર બ્લોક રહેતી હોવાનો કોર્પોરેટરનો દાવો છે વારંવાર નિરીક્ષણ છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવ્યાનો આક્ષેપ કરાયો છે ગટરનું ગંદુ પાણી ટાંકા મારફતે ખેંચવાની ફરજ પડતી હોવાનો દાવો કર્યો છે  અગાઉ ₹૧,૧૧૧ના ઇનામની જાહેરાત છતાં કામગીરી નહીં થયાનો આક્ષેપ કર્યો છે ઉકેલ લાવનાર મનપાના એન્જિનિયર કે કોન્ટ્રાક્ટરને ઇનામ આપશે  કમિશનરને પત્ર પાઠવી તાકીદે ઉકેલ લાવવા રજૂઆત કરાઈ છે 

(1:01 AM IST)