તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાની અનોખી પહેલ: સરકારી ગ્રાન્ટ ન મળતા પોતાના પગારમાંથી દોઢ લાખ રૂપિયા આપીને બંધાવ્યો ગામનો કૂવો
વિસાવદરના ધારાસભ્યએ ગામની પાણીની સમસ્યા જાતે હલ કરી, કહ્યું - જનતાની સેવા માટે પગાર છે તો કામ આવવો જોઈએ

જૂનાગઢ/વિસાવદર તા.૧૭ : વિસાવદરના ધારાસભ્ય અને આપના નેતા ગોપાલ ઈટાલીયાએ અનોખી પહેલ કરીને ગામ લોકોનું દિલ જીતી લીધું છે. ગામમાં પાણીની તીવ્ર સમસ્યા હતી અને કૂવો બનાવવા માટે સરકારી ગ્રાન્ટ મંજૂર થઈ ન હતી. અનેક રજૂઆતો બાદ પણ જ્યારે કામ આગળ વધ્યું નહીં ત્યારે ગોપાલ ઈટાલીયાએ પોતાના ધારાસભ્ય પગારમાંથી દોઢ લાખ રૂપિયા આપીને ગામમાં નવો કૂવો બંધાવી આપ્યો છે.
ગામના લોકો છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા હતા. ગામજનોએ આ સમસ્યા ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા સમક્ષ મૂકી હતી. તેમણે તંત્ર સમક્ષ રજૂઆત કરી અને ગ્રાન્ટની માંગણી પણ કરી હતી. પરંતુ સરકારી પ્રક્રિયામાં વિલંબ થતા ગામની તકલીફ વધી રહી હતી. આખરે ગોપાલ ઈટાલીયાએ નક્કી કર્યું કે જનતાના પ્રશ્નનો ઉકેલ રાહ જોઈને નહીં લાવી શકાય.
ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું કે ધારાસભ્યનો પગાર જનતાની સેવા માટે જ છે. જો ગામના લોકોને પાણીની સમસ્યા છે તો પોતાનો પગાર કામ ન આવે તો શું કામનો. તેમણે તાત્કાલિક પોતાના પગારમાંથી દોઢ લાખ રૂપિયા ફાળવીને કૂવાનું બાંધકામ શરૂ કરાવ્યું. હવે ગામમાં નવો કૂવો તૈયાર થઈ ગયો છે અને ગામ લોકોને રાહત મળી છે.
ગામના વડીલો અને મહિલાઓએ ગોપાલ ઈટાલીયાની આ પહેલને બિરદાવી છે. લોકોનું કહેવું છે કે રાજકારણી પોતાના પગારમાંથી જનતાના કામ માટે પૈસા આપે એ ભાગ્યે જ જોવા મળે છે. ગોપાલ ઈટાલીયાની આ પહેલથી વિસાવદર પંથકમાં તેમની લોકપ્રિયતામાં વધારો થયો છે.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
