<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

સુરેન્‍દ્રનગરમાં કોંગ્રેસની વોડ નં. ૮ ના વિજેતા સોનલબા ઝાલા દ્વારા અનોખી વિજય રેલી નિકળી

 

વઢવાણઃ તા.૧૩, સુરેન્‍દ્રનગરમાં પ્રથમવાર યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણી બાદ કોંગ્રેસે એક અનોખી વિજય રેલીનું આયોજન કર્યું હતું. આ ચૂંટણીમાં કોંગ્રેસના માત્ર વોર્ડ નંબર ૮ના ઉમેદવાર સોનલબા ઝાલા જ વિજેતા બન્‍યા હતા, જ્‍યારે અન્‍ય તમામ ઉમેદવારોનો પરાજય થયો હતો. આ રેલીમાં વિજેતા ઉમેદવાર સોનલબા ઝાલા અને ચૂંટણી લડેલા તમામ ઉમેદવારો જોડાયા હતા.

આ વિજય રેલી વોર્ડ નંબર ૮ સહિત શહેરના વિવિધ વિસ્‍તારોમાં ફરી હતી. બસસ્‍ટેન્‍ડથી શરૂ થઈને પોપટપરા અને કળષ્‍ણનગર જેવા વિસ્‍તારોમાંથી પસાર થઈ, લોકોનું અભિવાદન ઝીલવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ નૌશાદભાઈ સોલંકી, કોંગ્રેસ શહેર પ્રમુખ મહેન્‍દ્રભાઈ પરમાર, કોંગ્રેસ જિલ્લા મહિલા પ્રમુખ ઝરનાબેન જાની સહિત કોંગ્રેસના મોટી સંખ્‍યામાં કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:40 AM IST)