<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

રાજુલાના દાતાર પાસે સોમનાથથી આવતી તુફાન ગાડીની અડફેટે ચઢી જતા અજાણ્યા રાહદારીનું મોત

અકસ્માત સર્જનારી તુફાન ગાડી નડિયાદ પંથકની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું

અમરેલીના રાજુલા પંથકમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે ભાવનગર-સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રાજુલાના દાતાર વિસ્તાર પાસે સોમનાથ તરફથી પૂરઝડપે આવી રહેલી એક તુફાન ગાડીએ રસ્તો ઓળંગી રહેલા એક રાહદારીને જોરદાર અડફેટે લીધો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે, રાહદારીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, અકસ્માત સર્જનારી તુફાન ગાડી નડિયાદ પંથકની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અકસ્માતની આ કરુણ ઘટના બનતા જ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક ધોરણે ઇમરજન્સી સેવાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જ 112, 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

(12:17 AM IST)