તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Monday, 28th September 2026
પાલીતાણા તાલુકા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં લોક વિદ્યાલય વાલુકડની વિદ્યાર્થીની ઉન્નતિ શેલાણા પ્રથમ ક્રમે
‘વિકસિત ભારત-૨૦૪૭’ વિષય પર ઉત્કૃષ્ટ વક્તવ્ય રજૂ કરી શાળાનું ગૌરવ વધાર્યું : કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના હસ્તે પ્રમાણપત્ર આપી કરાયું સન્માન

વાલુકડ : વિનય વિહાર કેળવણી મંડળ સંચાલિત લોક વિદ્યાલય, વાલુકડના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ-૧૧ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉન્નતિ શેલાણાએ ‘વિકસિત ભારત-૨૦૪૭' વિષય પર પાલીતાણા તાલુકા કક્ષાએ યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને શાળા તથા સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે.
વિદ્યાર્થીનીની આ પ્રેરણાદાયી સિદ્ધિ બદલ લુવારવાવ મુકામે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ભાવનગર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના વરદ હસ્તે ઉન્નતિ શેલાણાને પ્રમાણપત્ર અર્પણ કરી વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉન્નતિ શેલાણાની આ સિદ્ધિ બદલ વિનય વિહાર કેળવણી મંડળના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી નાનુભાઈ શિરોયાએ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે તેમણે શિષ્યા ભવિષ્યમાં પણ શિક્ષણ તથા વિવિધ સ્પર્ધાત્મક ક્ષેત્રોમાં આવી જ રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કરી સંસ્થાનું નામ રોશન કરતી રહે તેવી શુભકામનાઓ પણ વ્યક્ત કરી હતી. (અહેવાલ - મુકેશ પંડિત)
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
