<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

અમરેલીના ખાંભા ગીર પંથકમાં પવન સાથે કમોસમી વરસાદ :સ્ટેટ હાઇવે પર વૃક્ષ પડી જતાં માર્ગ બંધ થઈ ગયો

ભારે પવનના કારણે ખાંભાથી ઉના તરફ જતા માર્ગ પર એક વૃક્ષ ધરાશાયી :રસ્તા પર અવરોધ સર્જાતાં બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી

અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે ખાંભાથી ઉના તરફ જતા માર્ગ પર એક વૃક્ષ ધરાશાયી થયું હતું. સ્ટેટ હાઇવે પર વૃક્ષ પડી જતાં માર્ગ બંધ થઈ ગયો હતો અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. રસ્તા પર અવરોધ સર્જાતાં બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી.

ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોએ સાથે મળીને રસ્તા પર પડેલું વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક લોકોના પ્રયાસોથી વૃક્ષને માર્ગ પરથી દૂર કરવામાં આવ્યું હતું. આમ, અમરેલીમાં કમોસમી વરસાદની સાથે ભારે પવનના કારણે માર્ગ પરિવહનને પણ અસર પહોંચી હતી.

 

(11:38 PM IST)