<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

અમરેલીના વડિયા ,બગસરા અને કુકાવાવ પંથકમાં કમોસમી વરસાદ: સુરગ પરા અને ગ્રામ્ય વિસ્તારોમાં દોઢેક ઇંચ વરસાદ ખાબક્યો

બગસરાના સાપર, સુડાવડ, હડાળા, માવજીજવા, પીઠડીયા, ખારી, ડેરી, પીપરીયા સહિતના ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ

અમરેલીના વડિયા પંથક અને કુકાવાવ પંથકમાં પણ ધોધમાર કમોસમી વરસાદ થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે. જેમાં વડિયાના સુરગ પરા વિસ્તાર, શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દોઢેક ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કુકાવાવ પંથકમાં ભારે વરસાદ થતાં બજારોમાં પાણી વહેતા થયા છે.

બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં પણ માવઠું પડ્યું છે. જેમાં બગસરાના સાપર, સુડાવડ, હડાળા, માવજીજવા, પીઠડીયા, ખારી, ડેરી, પીપરીયા સહિતના ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતાં બજારોમાં વરસાદી પાણી વહેતા થયા હતા.

શિયાળની સિઝનમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાતા ખેતીપાકોને નુકસાનીની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. કમોસમી વરસાદથી ખેડૂતોના કપાસ, મગફળી સહિતના પાકને માઠી અસર પહોંચવાની શક્યતા છે.

(11:20 PM IST)