<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ:આંબડાશ ગામમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા નાળિયેરીના પાકને નુકસાન

ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોની મુશ્કેલી વધી: નાળિયેરીના પાકને નુકસાન થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ

ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જિલ્લાના આંબડાશ ગામમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. તોફાની પવનના કારણે નાળિયેરીના પાકને નુકસાન પહોંચ્યું હોવાની ભીતિ છે. બીજી તરફ વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. ખાસ કરીને નાળિયેરીના પાકને નુકસાન થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ ખેડૂતો પાકની જાળવણી માટે પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કમોસમી વરસાદ અને ભારે પવને ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.

(7:56 PM IST)