<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

જામકંડોરણા પંથકમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો :ઉજળા અને બાલાપર ગામમાં માવઠું

મગફળી, મરચી અને કપાસ જેવા પાકને નુકસાન થવાની શક્યતા: પાકમાં નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા

રાજકોટના જામકંડોરણા પંથકમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો છે. તાલુકાના ઉજળા અને બાલાપર ગામમાં માવઠું થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદને કારણે ખેતીના પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને મગફળી, મરચી અને કપાસ જેવા પાકને નુકસાન થવાની શક્યતા છે. એક તરફ ખેડૂતો પાકની લણણી અને ઉપજની તૈયારી કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સતત બીજા દિવસે વરસેલા માવઠાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવવાની આશંકા ઊભી કરી છે. પાકમાં નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા છે.

(8:42 PM IST)