<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્ય પંથકોમાં કમોસમી વરસાદ :સકરાવા ગામે ખેતરમાં વીજળી પડતાં એક મહિલાનું કરૂણ મોત

ડેડાણ, ચકરાવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થતાં કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન થવાની સંભાવના

હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં અમરેલીના વડિયા, ખાંભા સહિતના પંથક,માં કમોસમી વરસાદ વરસ્યો છે, અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્ય પંથકોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં ડેડાણ, ચકરાવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થતાં કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન થવાની સંભાવના છે. 

   કમોસમી વરસાદ દરમિયાન ખાંભાના સકરાવા ગામે ખેતરમાં વીજળી પડતાં માધીબહેન આતુભાઈ મકવાણાનું કરૂણ મોત નીપજ્યું છે. ઘટના બાદ મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે ખાંભા સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કર્યા હતા. તેવામાં કમોસમી વરસાદ વચ્ચે વીજળી પડવાની ઘટનાથી સ્થાનિકોમાં ભય સાથે શોકનો માહોલ છવાયો છે.

(11:18 PM IST)