<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

ગીર સોમનાથના તાલાલા તાલુકામાં કમોસમી વરસાદનું તોફાની સ્વરૂપ: અનેક ગામોમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ

માધુપુર, જાંબુર અને જસાધાર સહિતનાં ગામોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો: માત્ર અડધા કલાકમાં અંદાજે એક ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં

ગીર સોમનાથના તાલાલા તાલુકામાં કમોસમી વરસાદે તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે. તાલુકાનાં અનેક ગામોમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. માધુપુર, જાંબુર અને જસાધાર સહિતનાં ગામોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. માત્ર અડધા કલાકમાં અંદાજે એક ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. ભારે પવન અને વરસાદને પગલે લોકોમાં દોડધામ મચી હતી. અચાનક આવેલા માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. તૈયાર થઈ રહેલા ખેતીપાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

(8:43 PM IST)