હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉપલેટા શહેર તેમજ તાલુકાના અરણી, ખીરસરા અને અન્ય ઘણાખરા ગ્રામ્ય વિસ્તારોમાં એકાદ ઇંચ કમોસમી વરસાદ
ધોધમાર વરસાદથી વ્યાપારીઓ, ખરીદી માટે આવતા ગ્રામ્યજનો તેમજ જગતના તાત ગણાતા ધરતીપુત્રો અત્યંત ચિંતા અને મૂંઝવણમાં મુકાયા

ઉપલેટા તાલુકા અને શહેર વિસ્તારની અંદર બપોર બાદ અચાનક વરસાદનું આગમન થતાં વાતાવરણ ફરી એકવાર ચોમાસા જેવું સર્જાયું હતું. ઉપલેટા શહેર તેમજ તાલુકાના અરણી, ખીરસરા અને અન્ય ઘણાખરા ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે
અચાનક આવી પડેલા આ ધોધમાર વરસાદથી વ્યાપારીઓ, ખરીદી માટે આવતા ગ્રામ્યજનો તેમજ જગતના તાત ગણાતા ધરતીપુત્રો અત્યંત ચિંતા અને મૂંઝવણમાં મુકાયા છે. આ વરસાદથી ખેતરોમાં રહેલો પાક પલળી જવાની, બગડી જવાની અને વ્યાપક નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે.
મગફળી, એરંડા, સોયાબીન સહિતના પાકોમાં કોઈ ખેડૂતના ખેતરમાં તૈયાર થયેલો પાક લણીને પડ્યો છે, તો કોઈ ખેડૂતો મોલ કાઢવાની કામગીરી કરી રહ્યા છે. આ નાજુક સમયે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું હોય તેવી સ્થિતિ સર્જી છે. પ્રાથમિક અંદાજ મુજબ આશરે અડધી કલાક સુધી ચાલેલા આ વરસાદમાં આશરે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું જાણવા મળે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
