હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉપલેટાના દાનવીર-માજી નગરસેવક રજાકભાઈ હિંગોરાનોઃ ‘સુલતાન' નામનો પાડો પરિવારના સભ્ય જેવો
સુલતાનને રોજ મોંઘા સાબુ-શેમ્પૂથી નવડાવે, દૂધ સાથે કાજુ-બદામ અને બિસ્કિટ ખવડાવે છે અને AC માં સૂવડાવે છે

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા.૧: અહીંના સેવાભાવી દાનવીર, બિલ્ડર અને માજી નગરસેવક તથા કિગ સ્ટાર હોટલવાળા રજાકભાઈ હિગોરા ઉર્ફે બાવલાભાઈનો પશુપ્રેમ ચર્ચાનો વિષય બન્યો છે.
રજાકભાઈની ભૂરી ભેંસને ૯ મહિના પહેલા ભૂરા રંગના પાડાનો જન્મ થયો હતો. નાનપણથી જ આ પાડો તેમને ખૂબ વહાલો લાગતા તેમણે તેનું નામ સુલતાન રાખ્યું છે. આજે તો સુલતાન તેમના પરિવારના સભ્ય જેવો જ થઈ ગયો છે.
રજાકભાઈ પોતે કાયમ સુલતાનને કીમતી સાબુ અને શેમ્પૂથી નવડાવે-ધોવડાવે છે અને ખૂબ લાડકોડથી ઉછેરે છે. સુલતાનને રોજ દૂધ સાથે કાજુ, બદામ જેવા ડ્રાયફ્રૂટ અને ગુડ-ડે બિસ્કિટ ખવડાવે છે. ઉપરાંત ખોળ, ભુસી, મકાઈના લીલા ડોડા પણ ખવડાવે છે અને રાત્રે તેને AC માં સુવડાવે છે. રજાકભાઈ તેમની ભેંસો પણ જાતે જ દોહે છે.
રજાકભાઈએ સ્થાનિક પત્રકારોને જણાવ્યું હતું કે સુલતાનની ખૂબી એ છે કે તેની ડોકમાં ઝાલર છે, જે સામાન્ય રીતે ભેંસ કે પાડામાં હોતી નથી, ગાય, બળદ અને ઢાંઢામાં હોય છે. તેથી સુલતાનને એન્ટિક પાડો કહીએ તો પણ ખોટું ન ગણાય.
રજાકભાઈ પાસે અનેક લોકોએ લાખો રૂપિયા આપી આ પાડો માંગ્યો છે, પરંતુ પરિવારને ખૂબ વહાલો હોવાથી તેમણે તેને વેચવાની ચોખ્ખી ના પાડી દીધી છે.(તસવીરઃ ભોલુ રાઠોડ, ઉપલેટા)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
