<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

કચ્‍છના રામવાવ ગામે રામ મંદિર નજીક વાછરડીનું કપાયેલું માથું મળતા ખળભળાટ

પોલીસ તપાસનો ધમધમાટ, આવું કળત્‍ય આચરનાર સામે લોકોમાં ભારે રોષ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૭:  કચ્‍છના રાપર તાલુકાના રામવાવ ગામેથી એક અત્‍યંત સંવેદનશીલ અને આઘાતજનક ઘટના સામે આવી છે. ગામમાં આવેલા પવિત્ર રામ મંદિર નજીકથી એક વાછરડીનું કપાયેલી હાલતમાં માથું મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. મંદિર જેવા ધાર્મિક સ્‍થળ નજીક આ પ્રકારનું કળત્‍ય સામે આવતા સ્‍થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રામ મંદિર જેવા પવિત્ર સ્‍થાન નજીક વાછરડીનું કપાયેલું માથું કેવી રીતે પહોંચ્‍યું ? તે બાબતે હાલ સમગ્ર પંથકમાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક અને ચર્ચાઓએ જોર પકડયું છે. લોકોમાં ભારે રહસ્‍ય સાથે ચકચાર સર્જાઈ છે. સૌથી ગંભીર બાબત એ છે કે, મોહરમના સંવેદનશીલ દિવસે જ વાગડ પંથકમાં આ પ્રકારની ઘટના સામે આવતા જ પોલીસ પ્રશાસન ગંભીરતાપૂર્વક તપાસમાં લાગી ગયું છે. ઘટનાની જાણ થતાં જ વિવિધ હિન્‍દુ સંગઠનોના આગેવાનો અને લોકો મોટી સંખ્‍યામાં ઘટનાસ્‍થળે દોડી ગયા હતા. આ કળત્‍ય કરનાર તત્‍વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા અને સમગ્ર મામલે તટસ્‍થ તેમજ ત્‍વરિત તપાસ કરવાની માંગ ઉઠી છે. ઘટનાની ગંભીરતાને જોતા જ નાયબ પોલીસ અધિક્ષક એ.વી.રાજગોર, રાપર પીઆઇ આર.એલ ખટાણા સહિત નો પોલીસનો કાફલો તાત્‍કાલિક રામવાવ ગામે ઘટનાસ્‍થળે પહોંચી ગયો  હતો. આ કળત્‍ય પાછળ કોનો હાથ છે તે દિશામાં પોલીસે ભારે ઝીણવટ સાથે સઘન તપાસ હાથ ધરી છે

(10:52 AM IST)