તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
યુએસ વિદેશમંત્રી માર્ક રૂબિયો રિલાયન્સની મુલાકાતે
મુકેશ અંબાણી, અનંત અંબાણી, રાધિકા અંબાણીએ જુદા-જુદા વિભાગોની માહિતી આપી

જામનગરમાં મોટી ખાવડી સ્થિત એશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી ખાતે યુએસના વિદેશ મંત્રી માર્ક રુબિયો આવી પહોંચ્યા હતા જ્યાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વે સર્વા મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા અંબાણી આ મુલાકાત દરમિયાન ફેક્ટરીની વિઝીટ કરાવી હતી. આ ઉપરાંત રિલાયન્સ સ્થિત વનતારા પાસેના મંદિરમાં પણ દર્શન કરી અંબાણી પરિવાર સાથે તસવીરી યાદી લીધી હતી. (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)(૨.૬)
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.રરઃ અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રુબિયો અને તેમના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે ગુજરાતના જામનગરમાં આવેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના વિશ્વપ્રસિદ્ધ રિફાઇનરી કોમ્પ્લેક્સની ખાસ મુલાકાત લીધી છે. ભારત અને અમેરિકા વચ્ચે ઊર્જા સહયોગ અને વૈશ્વિક સપ્લાય ચેઇનને વધુ મજબૂત કરવાના હેતુથી આ પ્રવાસ આયોજિત કરવામાં આવ્યો હતો. જામનગર ખાતે આગમન પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રિલાયન્સના ઉચ્ચ અધિકારીઓએ યુએસ વિદેશ મંત્રી તથા અમેરિકી ડેલિગેશનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મુલાકાત દરમિયાન ભારત-અમેરિકા વચ્ચે ક્લીન એનર્જી, ઓઇલ રિફાઇનિંગ અને વૈશ્વિક ઉર્જા સુરક્ષા જેવા મહત્વના વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. વિદેશ મંત્રી રુબિયોએ જામનગર ખાતે વિશ્વના સૌથી મોટા રિફાઇનિંગ કોમ્પ્લેક્સની કામગીરી અને તેની ક્ષમતાઓની સરાહના કરી હતી. આ ઉપરાંત, તેમણે રિલાયન્સના ગ્રીન એનર્જી ગિગા કોમ્પ્લેક્સ તથા પ્રાણીઓ માટેના રેસ્કયૂ અને સંરક્ષણ સેન્ટર ‘‘વનતારા'' (Vantara)ની પણ મુલાકાત લીધી હતી. અમેરિકી ડેલિગેશનની આ મુલાકાત ભારત અને યુએસ વચ્ચે વધતા વેપાર અને ખાસ કરીને ઊર્જા ક્ષેત્રે નવી ભાગીદારી માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વિદેશ મંત્રીએ ભારતને રિફાઇનિંગ ક્ષેત્રનું એક મહત્વનું કેન્દ્ર ગણાવતા બંને દેશો વચ્ચે ભવિષ્યના રોકાણ અને સહયોગની શકયતાઓ પર ભાર મૂકયો હતો.
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
