News of Tuesday, 2nd June 2026
ધો.૧૦, ૧ર બોર્ડની માર્કશીટમાં કયુઆર કોડ અને લેઝર પ્રિન્ટીંગનો ઉપયોગ
વેરિફિકેશન માટે હવે વિદ્યાર્થીઓને ગાંધીનગર જવાની જરૂર પડશે નહી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. રઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આ વર્ષે ધો.૧૦ અને ૧ર ના વિદ્યાર્થીઓ માટે નુતન પહેલ અંતર્ગત અધતન માર્કસીટ જાહેર કરવામાં આવી છે.
આ માર્કસીટમાં ડોટે મેટ્રીકસ પ્રિન્ટીંગના બદલે કલરફુલ લેઝર પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સૌથી મહત્વનો બદલાવ કયુઆર કોડનો સમાવેશ છે આ ડિઝીટલ સુવિધાને કારણે નોકરી કે આગળના અભ્યાસ વખતે માકસીટ વેરીફિકેશન કરવા માટે વિદ્યાર્થીઓને ગાંધીનગર ધકકા નહી ખાવા પડે અને ફિ માંથી પણ મુકિત મળશે. નોકરી દાતા કે સંસ્થા સીધો જ કયુઆર કોડ સ્કેન કરી માર્કસીટ ખરાઇ કરી શકશે જેનાથી ડુપ્લીકેટ માર્કસીટ બનાવાના દુષણ પણ રોડ લાગશે. વિદ્યાર્થીઓ પણ પોતાના મોબાઇલથી ગમે ત્યારે આ કોડ સ્કેન કરી પોતાની માર્કસીટ જોઇ શકશે.
જુનાગઢની ડો. સુભાષ આર્ય કન્યા વિદ્યાલય ધો. ૧ર સમાન્ય પ્રવાહમાં ૯૪.ર૮ ટકા અને ૯૯.૭૯ પીઆર મેળવી ઉર્તિણ થયેલી વિદ્યાર્થીની કરમુની નિશા એ અનવનીતાને સમય સાથેનું હકારાત્મક પરિવર્તન ગણાવી બોર્ડનો આભાર માન્યો હતો.
તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના કારોબારી સદસ્ય નિલેશભાઇ કે. સોનારાએ બોર્ડના આ હિતકારી અને દિર્ધદ્રષ્ટિ વાળા નિર્ણયને આવકારી બિરાદવી શિક્ષણ જગતવતી અભિનંદન પાઠવ્યા છે
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
