<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

કેશોદમાં પુષ્ટિમાર્ગીય આચાર્ય પૂ. ઉત્‍સવરાયજી મહારાજના સાનિધ્‍યમાં યોજાયેલ રાસોત્‍સવ માણતા વૈષ્‍ણવો

પુષ્ટિ સંપ્રદાયના આરાધ્‍ય દેવ ભગવાન શ્રી કળષ્‍ણની દિવ્‍ય અને અદ્દભૂત ‘રાસલીલા'નું સ્‍મરણ અને અનુભૂતિ કરવાના શુભ આશય સાથે : શ્રી સર્વજ્ઞરાયજી મહોદયના ‘કેસર તાાન'ના દર્શન તથા ‘નંદોત્‍સવ'નો પણ વૈષ્‍ણવોએ લીધો લ્‍હાવોઃ શ્રી રસજ્ઞરાયજી મહોદયની પણ વિશેષ ઉપસ્‍થિતિ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા. ૩ :.. અત્રે સતત બે દિવસ સુધી વૈષ્‍ણવ આચાર્ય શ્રી પૂ. ઉત્‍સવ રાયજી મહારાજ ના સાનિધ્‍યમાં સંપૂર્ણ ભક્‍તિમય અને પવિત્ર માહોલ વચ્‍ચે યોજાયેલ પુષ્ટિ માર્ગીય રાસોત્‍સવમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત વૈષ્‍ણવોએ આનંદની પળો માણી ધન્‍યતા અનુભવેલ હતી. દરમિયાન રાસોત્‍સવ બાદ પૂ. પા. ગો. ૧૦૫ શ્રી ગોવિંદ રાયજી મહોદય (શ્રી સર્વજ્ઞ રાયજી)ના કેસર તાાનના દર્શન તથા ‘નંદોત્‍સવ' (નંદભયા)નો પણ ભાવિકોએ લ્‍હાવો લીધેલ હતો.

શ્રી વ્રજભવન હવેલી પ્રેરિત શ્રી વલ્લભીય સોશિયલ ગ્રુપ દ્વારા અત્રેના આંબાવાડી, કાપડ બજાર ખાતે આવેલ જે. પ્રે. કડવા પટેલ સમાજ ના વિશાળ ગ્રાઉન્‍ડમાં ગત શનિ અને રવિવાર ના રોજ રાત્રિના પરંપરાગત રીતે પુષ્ટિમાર્ગીય રાસોત્‍સવનું ભવ્‍ય રીતે આયોજન કરવામાં આવેલ હતું.

   અત્રે નોંધનીય છે કે, દુનિયામાંમા સૌ પ્રથમ વખત રાસોત્‍સવ ભગવાન શ્રી કળષ્‍ણ દ્વારા વ્રજ ભૂમિમાં યોજાયેલ હોવાના ઇતિહાસ સાક્ષી છે, ત્‍યારે ‘રાસોત્‍સવ'નું પુષ્ટિ સંપ્રદાયમાં ધાર્મિક તથા આધ્‍યાત્‍મિક દ્રષ્ટિએ અનેરુ અને વિશેષ મહત્‍વ રહેલ છે. પુષ્ટિ માર્ગીય સંપ્રદાયના આરાધ્‍ય દેવ ભગવાન શ્રી કળષ્‍ણ ની દિવ્‍ય અને અદ્દભૂત ‘રાસ લીલા'નું સ્‍મરણ અને અનુભૂતિ કરવાના શુભ આશય સાથે શ્રી વ્રજભવન હવેલીના સ્‍થાપક શ્રી પૂ.ઉત્‍સવરાયજી મહારાજ ની પ્રેરણાથી યોજાયેલ રાસોત્‍સવમાં કમલેશભાઈ તથા તેમના સાથી વળંદ દ્વારા પ્રસ્‍તુત પુષ્ટિમાર્ગીય ગીત-સંગીતના સૂરો ની રમઝટ વચ્‍ચે મોટી સંખ્‍યામાં ઉમટી પડેલ વૈષ્‍ણવ ભાઈ- બહેનો એ સતત બે દિવસ ભારે ઉત્‍સાહ ભેર રાસોત્‍સવમાં ભાગ લઈ અનેરો આનંદ માણેલ હતો.

  આ અવસરે પૂ. પા. ગો. શ્રી ઉત્‍સવ રાયજી મહારાજની સાથે ગો. શ્રી મુરલીધર હોદયશ્ર (રસજ્ઞ બાવા) તથા ગો. શ્રી ગોવિંદ રાયજી મહોદય (સર્વજ્ઞ બાવા)ની વિશેષ પાવન ઉપસ્‍થિતિ વચ્‍ચે ખરા અર્થમાં વૈષ્‍ણવો માટે આ રાસોત્‍સવ અલૌકિક બનીગેયલ હતો.

  આ તકે ઉપસ્‍થિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ વૈષ્‍ણવ આચાર્યશ્રીને પુષ્‍પમાળા અર્પણ કરી તેઓશ્રી ના આશીર્વાદ મેળવેલ હતા. સમગ્ર કાર્યક્રમના આયોજનને સફળ બનાવવા શ્રી વલ્લભીય સોશિયલ ગ્રુપના કાર્યકરો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

(10:57 AM IST)